આજે મૂડ કરી દો ફ્રેશ, ખુબસુરત નોરાની આ 7 તસવીરો જોઈને મજા આવી જશે
બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી તેના શાનદાર ડાન્સ મુવ્સના કારણે જાણીતી છે. નોરાને દિલબર ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોરા જયારે પણ કેમેરાની નજરમાં સ્પોટ થાય છે ત્યારે તેનો દરેક અંદાજ જોવા લાયક હોય છે.
નોરાની તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં નોરાની તસવીરો આવવાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. આવું જ કંઈક હાલ જોવા મળ્યું છે, જેમાં નોરાનો દિલકશ અંદાજ જોઈને ચાહકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા, અને તેની તસવીરો ઉપરથી પણ નજર હટાવવી મુશ્કેલ બની ગઈ હતી.
આજે નોરા ફતેહી મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી અને દર વખતની જેમ જ આ વખતે પણ નોરાના ચહેરા ઉપરથી કોઈ નજર નહોતું હટાવી શકતું. તેના ચહેરા ઉપરની રંગત આ વખતે પણ કંઈક વધારે જ છવાયેલી જોવા મળી હતી.
નોરાના ચહેરા ઉપર આ નૂર એ સફળતા મળેવ્યા બાદ આવ્યો છે જે હાલમાં જ તેને પોતાના નામે કરી છે. નોરાના સુપરહિટ ગીત “દિલબર”ને યુટ્યુબ ઉપર 1 બિલિયન વ્યૂવ્ઝ મળી ચુક્યા છે. નોરા આ સફળતા મેળવનારી પહેલી આફ્રિકન અને અરબ મહિલા આર્ટિસ્ટ બની ચુકી છે.
નોરાએ આ ઉત્સવને ટી સિરીઝની ઓફિસમાં કેક કાપીને મનાવ્યો હતો. અને આ દરમિયાન એક સરપ્રાઈઝ નોરા માટે પણ રાખવામાં આવી હતી.
જો વાત કરીએ આ દરમિયાન નોરાના શાનદાર લુકની તો નોરા આજે ખરેખર ચાહકોના દિલમાં આગ લગાવવા માટે જ તૈયાર થઇ હતી. તે આજે બ્લેક સ્કિન ટ્રાઉઝર, સ્લીવલેસ શોર્ટ બ્લેક ટોપ અને રેડ જેકેટમાં નજર આવી.
તે પહેલાથી જ એટલી સુંદર લાગી રહી હતી કે તેના ઉપર બ્લેક પેન્સિલ હિલ બેલી અને સાઈડ બેગે તેના લુક ઉપર ચાર ચાંદ લગાવી દીધા. અને તેમાં પણ નોરાની આ કાતિલ અદાઓથી તો કોણ બચી શકવાનું હતું.
આ વખતે નોરામાં જો કઈ અલગ જોવા મળ્યું હોય તો તે તેની હેરસ્ટાઇલ હતી. નોરાના હેરકટ આ વખતે ખુબ જ યુનિક લાગી રહ્યા હતા. નોરા મોટાભાગે લોન્ગ સ્ટ્રેટ હેરમાં નજર આવે છે પરંતુ આ વખતે કદાચ તેને કંઈક નવું ટ્ર્રાય કર્યું જે તેને ખુબ જ શૂટ કરી રહ્યું હતું.
નોરા ફતેહી ટૂંક સમયમાં જ અજય દેવગન સાથેની ફિલ્મ “ભુજ”માં નજર આવવાની છે. આ ફિલ્મને લઈને તે ખુબ જ ઉત્સાહિત પણ છે. જેનો એક વીડિયો પણ જોવા મળ્યો હતો. જેમાં નોરાના અંદાજને ચાહકોએ ખુબ જ પસંદ કર્યો હતો.