નોરા ફતેહીનો શાનદાર લુક આવ્યો સામે, ગાડીમાંથી ઉતરતા જ આપવા લાગી પોઝ, જુઓ વાયરલ થઇ રહેલી તસવીરો

લક્ઝુરિયસ ગાડી માંથી ઉતરીને આપ્યા દિલ જીતી લે એવા પોઝ- જુઓ તસવીરો

બોલીવુડની ડાન્સ ક્વિન નોરા ફતેહી તેના ડાન્સ અને તેની સુંદરતાના કારણે આજે ખુબ જ મોટી નામના  મેળવી ચુકી છે. નોરાના દરેક અંદાજનો ચાહકો ખુબ જ પસંદ પણ કરે છે અને તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

હાલ નોરાની એવી જ કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેનો લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. નોરા આ દરમિયાન ખુબ જ કેજ્યુઅલ લુકમાં નજર આવી રહી છે, પરંતુ તેની સુંદરતા ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

નોરા પોતાના ડાન્સ કલાસમાં જવા માટે મુંબઈના અંધેરીમાં પહોંચી હતી. તે દરમિયાન તેને ખબરપત્રીઓએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

સામાન્ય રીતે નોરા કોઈ ડ્રેસ કે પછી બોલ્ડ લુકમાં જોવા મળે છે. પરંતુ આ વખતે તેને ગ્રે શોર્ટ્સ સાથે સ્વેટશર્ટ પહેર્યું હતું. આ ઉપરાંત નોરાએ સફેદ રંગના સ્પોર્ટ્સ સૂઝ અને બ્લેક બેગ કેરી કરી હતી.

નોરાએ પોતાના સ્વેટશર્ટની જેકેટને આગળથી ખોલી રાખ્યું હતું જે તેના લુકને હોટ બનાવી રહ્યું હતું. નોરાએ આ દરમિયાન ગાડીમાંથી ઉતરતા જ પોઝ આપવાના શરૂ કર્યા હતા અને અંદર ચાલી ગઈ હતી. નોરા આ દિવસોમાં પોતે પણ ડાન્સ શીખી રહી છે.

નોરાએ એક ટીચરની રીતે પણ ડાન્સ મૂવ્સ શીખવવાનું શરૂ કરી દીધું છે. નોરાના છેલ્લે આવેલા ગીત “છોડ દેંગે”ના મૂવ્સ તે પોતાના ચાહકોને શીખવી રહી છે.

નોરાએ દિલભર દિલભર અને સાકી સાકી જેવા શાનદાર ગીતોમાં ડાન્સ પર્ફોમન્સ આપ્યું છે. તેના ડાન્સ વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરે છે.

Niraj Patel