બ્યુટી ક્વીનને ઇન્સ્ટાગ્રામ પર લોકેશન શેર કરવુ પડ્યુ ભારે ! હુમલાખોરોએ ગોળી મારી કરી હત્યા

પૂર્વ મિસ ઇક્વાડોર કંટેસ્ટેંટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર લૈંડી પર્રાગા ગોયબુરો (Landy Parraga Goyburo)ની ધોળાદિવસે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. 23 વર્ષીય લૈંડી પર્રાગા ગોયબુરો કે જેણે 2022 મિસ ઇક્વાડોર પેજન્ટમાં ભાગ લીધો હતો તેની 28 એપ્રિલે ક્વેવેદો શહેરમાં એક રેસ્ટોરન્ટમાં હત્યા કરવામાં આવી. રીપોર્ટ્સ અનુસાર, તે એક લગ્નમાં હાજરી આપવા માટે શહેરમાં આવી હતી.

ગોયબુરોનું ડ્રગ સ્મગલર લીએન્ડ્રો નોરેરો સાથે અફેર હોવાનું કહેવાય છે, જેનું એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં જેલમાં રમખાણો દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ તપાસ કરી રહી છે કે કદાચ ગોયબુરોની હત્યા માટે સોપારી આપવામાં આવી હશે. ગોયબુરોનું નામ ભ્રષ્ટાચારની તપાસમાં પણ સામે આવ્યું હતું જેણે ન્યાયિક અધિકારીઓને સંગઠિત અપરાધ સાથે જોડ્યા હતા.

મૃત્યુની થોડી મિનિટો પહેલા બ્યુટી ક્વીને એક રેસ્ટોરન્ટમાં જમતી વખતે પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસ્ટોરન્ટમાં પહોંચતા જ ગોયબુરોએ તેના ફોનનું લોકેશન ઓન કરી દીધું અને અહીંથી તેણે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવાનું શરૂ કર્યું. આ પછી હુમલાખોરોને તેના લોકેશનની જાણ થઈ અને તેઓએ રેસ્ટોરન્ટમાં પહોંચીને તેની ગોળી મારી હત્યા કરી દીધી.

મૃત્યુ પહેલા ગોયબુરોએ રેસ્ટોરન્ટમાં લંચ દરમિયાન ‘ઓક્ટોપસ સેવિચ’ ખાતો પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ પછી થોડા સમય બાદ તેને અહીં બે હથિયારધારી લોકોએ નિશાન બનાવી. તપાસકર્તાઓનું માનવું છે કે બંદૂકધારીઓને પોસ્ટ પરથી તેના લોકેશનની જાણ થઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!