ઠગ સુકેશુ દ્વારા કરોડોની BMW ગિફ્ટમાં મળવા ઉપર ચર્ચામાં આવેલી નોરા ફતેહી સાથે EOW એ કરી 6 કલાક સુધી પૂછપરછ, જાણો સમગ્ર મામલો

સુકેશ ચંદ્રશેખર ઠગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝ બાદ હવે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી ફસાયેલી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ નોરા ફતેહીની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી. EOW ના જોઈન્ટ પોલીસ કમિશનર છત્ર શર્માની ઓફિસમાં ફિલ્મ અભિનેત્રીને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત EOW એ ફરી એકવાર 12 સપ્ટેમ્બરે જેકલીન ફર્નાન્ડીઝને ઓફિસમાં બોલાવી છે.

ઉલ્લેખનીય છે કે 200 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી નોરા ફતેહી, જેકલીન ફર્નાન્ડીઝ અને લીના મારિયા પાલ પર કરોડો ખર્ચ્યા હતા. તેણે ત્રણેયને કરોડો રૂપિયાની ભેટ આપી હતી. આ જ કારણ છે કે ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક તરફ જ્યાં દિલ્હી પોલીસે લીનાને આરોપી બનાવી છે. બીજી તરફ દિલ્હી પોલીસ નોરા ફતેહી અને જેકલીનની પૂછપરછ કરીને પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

EOWના પોલીસ અધિકારીઓએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે નોરા શુક્રવારે બપોરે લગભગ 12 વાગ્યે ઓફિસ પહોંચી હતી. જે બાદ સાંજે સાત વાગ્યા સુધી પ્રશ્નોનો દોર ચાલુ રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી કેસમાં સંયુક્ત પોલીસ કમિશનર છાયા શર્માના નેતૃત્વમાં છથી વધુ પોલીસ અધિકારીઓની ટીમે અભિનેત્રીને 50 થી વધુ પ્રશ્નો પૂછ્યા.

મીડિયા રિપોર્ટ અનુસાર નોરાએ પૂછપરછ દરમિયાન સુકેશ સાથેની વાતચીત અને મુલાકાતની વાત સ્વીકારી અને કહ્યું કે તેણે સુકેશ પાસેથી માત્ર એક જ કાર ગિફ્ટમાં લીધી હતી. તે સિવાય બીજું કશું લીધું નથી. સુકેશે તેને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે એક મોંઘી કાર આપી હતી. જોકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં નોરા ફતેહીની ભૂમિકા સામે આવી રહી નથી.

તપાસ એજન્સીએ ફતેહીને એ પણ પૂછ્યું હતું કે શું સુકેશે તેને મોંઘી બેગ જેવી અન્ય વસ્તુઓ ભેટમાં આપી હતી? આના પર ફતેહીએ જવાબ આપ્યો કે એવું નથી થયું. એકવાર જ્યારે તેણી એક ઇવેન્ટમાં મુખ્ય અતિથિ હતી ત્યારે તેણીને જાહેરમાં ગુચી બેગ અને iPhone 12 ભેટ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ સુકેશ ચંદ્રશેખરે કહ્યું છે કે તેણે નોરા ફતેહીને ચાર બેગ ગિફ્ટ કરી છે. ફતેહીને પોતે પણ એ બેગ ગમતી હતી. આ સાથે કેટલાક પૈસા પણ આપવામાં આવ્યા હતા. ફતેહીનો સ્ટાફ મુંબઈના એક મોલમાં બેગ લઈ ગયો હતો. સુકેશ ચંદ્રશેખરે ફાર્માસ્યુટિકલ જાયન્ટ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર અદિતિ સિંહ અને શિવેન્દ્ર સિંહ પાસેથી આશરે રૂ. 215 કરોડની ઉચાપત કરી હતી.

Niraj Patel