નસીબ હોય તો આવા…નીતિશ રાણાની પત્નીને જોતા જ દિલ ખુશ થઇ જશે…ખૂબસૂરતીની તારીફ કરી કરીને પેટમાં દુઃખી જશે
IPLમાં નીતિશ રાણા ઘણુ ચર્ચિત નામ છે. નીતિશ રાણા કોલકાતા નાઇટ રાઇડર્સના ધાકડ બલ્લેબાજ છે. પરંતુ તેમની પત્ની સાચી મારવાહ કોઇ અભિનેત્રીથી કમ નથી. કોલકાતા નાઇટ રાઇડર્સના ધાકડ બલ્લેબાજ નીતિશ રાણા અને તેમની પત્ની સાચી મારવાહની જોડી ઘણી ખૂબસુરત લાગે છે.
નીતિશ રાણાની પત્ની સાચી મારવાહ એક ઇન્ટીરિયર ડિઝાઇનર છે અને તે બંનેની જોડી ઘણી ખૂૂબસુરત છે. નીતિશ અને સાચીના લગ્ન ફેબ્રુઆરી 2019માં થયા હતા. નીતિશ તેની રમતને લઇને ઘણો ફેમસ છે. પરંતુ તેની પત્ની વિશે ઘણા ઓછા લોકો જાણે છે. સાચીના કરિયરની શરૂઆત વર્ષ 2015માં થઇ હતી.
તેણે અંસલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સુશાંત સ્કૂલ ઓફ ડિઝાઇનથી અભ્યાસ કર્યો છે. તેને નામી ઇંટીરિર ડિઝાઇનર પાસે ટ્રેનિંગ પણ લીધી છે.તે એક પ્રતિષ્ઠિત ઇંટીરિયર ડિઝાઇનરના રૂપમાં કામ કરે છે અને તે પોતાના નામે એક ડિઝાઇન સ્ટુડિયો પણ ચલાવે છે.
સાચી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેની ઇન્સ્ટાગ્રામ તસવીરો પરથી લાગે છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. નીતિશ અને સાચીના રિલેશનની વાત કરીએ તો, બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા, લગ્ન પહેલા તેઓએ એકબીજાને 3 વર્ષથી વધુ સમય ડેટ કર્યુ હતુ. બંનેએ વર્ષ 2018માં સગાઇ કરી હતી અને વર્ષ 2019માં લગ્ન કર્યા હતા.
સાચી સોશિયલ મીડિયા પર નીતિશ સાથે ઘણી તસવીરો શેર કરે છે. જેમાં બંને વચ્ચે ખૂબ પ્રેમ જોવા મળે છે. સાચીની તસવીરો જોઇએ તો, સ્ટાઇલ અને ખૂબસુરતીમાં કોઇ બોલિવુડ અભિનેત્રીથી કમ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી છે.સાચી નીતિશના મિત્ર પરમવીરની બહેન છે.
પરમવીર અને નીતિશ બંને સાથે ફૂટબોલ રમતા હતા. ક્રિકેટથી બ્રેક મળવા પર નીતિશ મિત્ર સાથે ફૂટબોલ રમતા હતા. સાચી ત્યાં ફરવા આવતી હતી. જયારે નીતિશને ખબર પડી કે તે તેના મિત્રની બહેન છે તો તેણે સાચીને મેસેજ કર્યો. તે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ. સાચી અને નીતિશ વચ્ચે ધીરે ધીરે નજીકતા વધવા લાગી અને તે બાદ નીતિશે કહ્યુ હતુ કે તે શરૂઆતથી જ લવ મેરેજ કરવા માંગતા હતા. તેમણે તેમના કોચને પણ કહ્યુ હતુ કે તે 24-25 વર્ષની ઉંમરે લગ્ન કરી લેશે.
આ કપલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, ઘણીવાર બંને વચ્ચે નાની-નાની વાતોને લઇને ઝઘડો થઇ જાય છે. નીતિશ રાણીએ જણાવ્યુ કે, અમારા રૂમમાં એક નાનો તકીયો છે. હું અને સાચી ઘણીવાર તકિયાને લઇને ઝઘડીએ છીએ કે તે તકિયા પર આખરે બંનેમાંથી કોણ સૂઇ જશે.
View this post on Instagram