પરિવાર સાથે માં અંબાના દર્શન કરવા પહોંચ્યા ખજુરભાઇ, સાંજની આરતીમાં લીધો ભાગ

ખજુરભાઈ અંબાજી પધાર્યા:હજારો લોકોની મદદ કરનારા નીતિનભાઈ જાની પરિવાર સાથે માતાજીના મંદિરે દર્શન કરી સાંજની આરતીમાં જોડાયા- જુઓ વીડિયો

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું શકિત, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી કે જે 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ત્યારે અંબા માતાના દર્શનાથે સામાન્ય લોકો સાથે સાથે વીઆઈપી ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે.

ત્યારે હાલમાં જ અંબાજી મંદિરમાં નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં શીશ ઝૂકાવ્યુ અને સાંજની આરતીમાં પણ હાજરી આપી. ખજૂરભાઈ અવારનવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા જતા હોય છે, ત્યારે હાલમાં તેઓ પોતાનાં માતા, પત્ની મીનાક્ષી અને ભાઈ સાથે અંબાજી મંદિર દર્શનાર્થે પહોંચ્યા હતા.

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા અને ચુંદડી તેમજ પ્રસાદ પણ અપાયો. નીતિન જાનીએ અંબાજી મંદિરની ગાદીમાં જઈ ભટ્ટજી મહારાજ પાસે રક્ષાકવચ પણ બંધાવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા અને મીડિયા સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું કે જે પણ સેવાકીય કાર્ય કરું છું કે તમામ કાર્યોમાં માતાજીની શક્તિ મારી સાથે રહે છે અને હું અવારનવાર અલગ અલગ મંદિરોમાં માતાજી પાસે આશીર્વાદ અને શક્તિ લેવા જવું છું. આજે અંબાજી મંદિરમાં પણ હું માતાજીના આશીર્વાદ લેવા પરિવાર સાથે આવ્યો છું.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina