મકાઈ વેંચતા કાકા પાસે પહેલા ખજુરભાઈએ કરાવ્યો ભાવતાલ, લીધી 4 કિલો મકાઈ અને પછી કર્યું એવું કામ કે જોઈને તમે પણ કરશો સલામ, જુઓ વીડિયો

મકાઈ વેંચતા દાદા ખજૂર ભાઈ પર ગુસ્સે થઇ ગયા, પછી એવું તે શું થયું કે ખજૂરભાઈએ વૃદ્ધને આખું નોટનું બંડલ જ આપી દીધું

નીતિન જાની આજે કોઈ ઓળખના મહોતાજ નથી, તેમના સેવાકીય કાર્યો દ્વારા આજે તે દરેક ગુજરાતીના હૈયામાં પણ વસે છે, ખજુરભાઈ માટે દરેક વ્યક્તિને એક આગવું માન છે, ભલે શરૂઆત તેમને સોશિયલ મીડિયામાં કોમેડી વીડિયો બનાવીને કરી હોય પરંતુ આજે તે હજારો ગુજરાતીઓના મસીહા બની ગયા છે, જેના ઘણા ઉદાહરણો તેમના વીડિયોમાં પણ જોવા મળતા હોય છે.

નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને પોતાના કોમેડી વીડિયો સાથે સાથે સેવાકીય કાર્યોની પણ ઝલક શેર કરતા રહે છે, ત્યારે હાલમાં જ તેમને એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તેમના ચાહકો તેમને સલામ કરી રહ્યા છે અને તેમના આ કામની પણ પ્રસંશા કરી રહ્યા છે.

નીતિન જાની દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે ગાડી લઈને રોડની બાજુ ઉપર મકાઈ વેંચતા એક કાકા પાસે આવીને ઉભા રહે છે અને ગાડીનો કાચ ખોલીને કાકાને બોલાવે છે. જેના બાદ કાકા આવે છે અને ખજુરભાઈ તેમને પૂછે છે કે “કેટલાના આપ્યા ?” ત્યારે કાકા જવાબ આપે છે કે “40 રૂપિયાના કિલો. કેટલા આપું !”

તેમ છતાં પણ નીતિન જાની તેમની સાથે ભાવ માટે થોડી રકઝક કરતા જોવા મળે છે, કાકા પણ ભાવને લઈને રકઝક કરે છે અને અંતે નીતિનભાઈ તેમની પાસેની બધી જ મકાઈ ખરીદવાનું કહે છે, મકાઈ વેચનારા કાકા 4 કિલો મકાઈ છે એમ કહે છે અને નીતિનભાઈ વ્યાજબી ભાવ લગાવવાનું કહેતા તે છેલ્લા 150 રૂપિયા લેવાનું કહે છે.

જેના બાદ કાકા ગાડીમાં ચાર કિલો મકાઈ લઈને આપે છે અને પછી પણ ખજુરભાઈ તો ભાવ કરાવવામાં જ લાગી જાય છે. જેના બાદ કાકા થોડા ગુસ્સે પણ થતા જોવા મળે છે અને કહે છે કે “હું 10 રૂપિયા ખોટ ખાઉં છું પણ તમે ખોટ નથી ખાતા.” થોડીવાર રકઝક કર્યા બાદ નીતિન જાની તેમને ગાડીમાંથી એક 100ની નોટનું બંડલ કાઢીને હાથમાં આપે છે.

નોટનું બંડલ હાથમાં લેતા જ મકાઈ વાળા કાકા પણ આશ્ચર્યમાં પડી જાય છે. નીતિન જાની તેમને કહે છે કે “ચાલશે ને ?” ત્યારે કાકા રાજીના રેડ થઇ જાય છે, ખજુરભાઈ તેમને પૈસા ગણી લેવાનું પણ કહે છે પરંતુ કાકા ભગવાને ગણ્યા એમ કહીને નીતિન જાનીનો આભાર માને છે, નીતિન જાની તેમને કહે છે કે 10 હજાર છે. જેના બાદ જય માતાજી કહીને ખજુરભાઈ નીકળે છે અને કાકા આશીર્વાદ પણ આપે છે.

સોશિયલ મીડિયામાં તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “દાદા ગરમ થઈને ખુશ થયા !” આ વીડિયો પોસ્ટ થવાના ગણતરીના કલાકોમાં જ 10 લાખ જેટલા લોકોએ જોઈ લીધો છે. આ ઉપરાંત ઢગલાબંધ લોકો તેમના આ વીડિયોમાં કોમેન્ટ કરીને તેમના આ કામના વખાણ કરતા જોવા મળે છે.

Niraj Patel