દુબઈમાં ખજૂરભાઈએ ટીમના સભ્યો માટે બનાવી ખાસ ખીચડી, આ વૃદ્ધ દાદાની સાથે કરી એવી મોજ કે જોઈને તમે પણ કહેશો, ‘તમે તો દિલ જીતી લીધું’

ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ગ્રેટ કોમેડિયન ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની તેમના કોમેડી વીડિયોને લઈને દેશ વિદેશમાં પોતાનો ડંકો વગાડી ચુક્યા છે, છેલ્લા 2-3 વર્ષથી તે સેવાકીય કાર્યોમાં લાગી ગયા છે અને તેમની નજરમાં જે પણ દુખીયારું આવે તેની મદદ કરવા માટે પહોંચી જાય છે.

આ ઉપરાંત નીતિન જાનીને ઘણા બધા લોકોને રહેવા માટે પાક્કા મકાન પણ બનાવી આપ્યા છે, તેમને સામાન્ય અને ગરીબ લોકોને 200 જેટલા મકાનો બનાવી આપ્યા છે, ત્યારે આ વાતની ઉજવણી કરવા માટે નીતિન જાની તેમની ટીમ સાથે દુબઇ ફરવા માટે ગયા છે અને અહીંયા તેઓ 5 દિવસ સુધી ફરવાના છે.

ત્યારે હવે તેમના સોશિયલ મીડિયામાં આ દુબઇ પ્રવાસના એક પછી એક શાનદાર વીડિયો આવી રહ્યા છે. આ વીડિયોની અંદર નીતિન જાની દુબઇની અંદર ફરવાનો જબરદસ્ત આનંદ માણતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે એક વૃદ્ધ દાદા ભીખાકાકા પણ જોવા મળી રહ્યા છે એન તેમની સાથે પણ નીતિન જાની મસ્તી કરી રહ્યા છે.

ભીખાકાકા પહેલીવાર ફલાઇટમાં બેઠા છે અને વિદેશ પ્રવાસનો આનંદ માણી રહ્યા છે, દુબઇના સ્કાઈ વીવ જોવા માટે હોટલમાંથી નીકળે છે અને તે દરમિયાનનો નજારો પણ તેઓ બતાવી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં જ તે કહી રહ્યા છે કે તે આજે દુબઇ ફ્રેમ અને સ્કાઈ વીવ જોવા માટે જઈ રહ્યા છે.

હોટલની અંદર દુબઈમાં રહેતા તેમના મોટાભાઈ પણ મળવા માટે આવ્યા છે, દુબઈમાં તેઓ કર્મકાંડ કરે છે તેમ નીતિન જાની જણાવી રહ્યા છે, તેમના મોટાભાઈના આશીર્વાદ લીધા બાદ નીતિન જાની તેમની ટીમ સાથે દુબઈમાં ફરવા માટે નીકળી જાય છે. સૌથી પહેલા તે સ્કાઈ વીવ જોવા માટે જઈ રહ્યા છે.

નીતિન જાની જણાવી રહ્યા છે કે સવારે તે થેપલા અને મરચા ખાઈને ફરવા માટે નીકળ્યા છે. આ સાથે જ તે જણાવી રહ્યા છે કે વાતાવરણ ખુબ જ સારું છે અને ગરમી જરા પણ નથી. આ સાથે જ તે દુબઇ ફરવા આવવા વાળાને સલાહ આપી રહયા ચેહ કે દુબઇ ફરવા આવવા માટેનો સૌથી બેસ્ટ ટાઈમ નવેમ્બરથી લઈને એપ્રિલના એન્ડ સુધીનો છે, ત્યારબાદ ત્યાં ખુબ જ ગરમી પડતી હોવાના કારણે તમે ત્યાં આવીને હેરાન થશો.

વિડીઓમાં એ પણ જોઈ શકાય છે કે નીતિન જાની સાથે આવેલો તેમની ટીમનો એક મેમ્બર દેવલને સ્કાઈ વીવમાં ગગલાસ ઉપર ચાલવાની ના પાડવામાં આવી, કારણ કે દેવલનું વજન 200 કિલો જેટલું છે અને બિલ્ડીંગના કાચ 150 કિલો વજન ખમી શકે તેમ હોય દેવલને ત્યાં ચાલવાની ના પાડવામાં આવી છે. આ ઉરપટ વીડિયોની અંદર સ્કાઈ વીવનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

નીતિન જાની સાથે આવેલા ભીખાકાકા અને સોમાકાકા પણ સ્કાઈવીવમાં ફરવાનો જોરદાર આનંદ માણતા જોવા મળી રહ્યા છે, તેઓ રીલ પણ બનાવી રહ્યા છે. આ ઉપરાંત ત્યાંથી દુબઇનો ખુબ જ સુંદર નજારો પણ ખજુરભાઈ લોકોને બતાવી રહ્યા છે, તેમના દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સ્કાઈ વીવ જોયા બાદ વેધર સારું હોવાના કારણે ખજુરભાઈ અને તેમની ટીમ હોટલ જવાના બદલે સીધા જ દુબઇ ફ્રેમ જોવા માટે જતી જોવા મળી રહી છે. દુબઇ ફ્રેમ પહોંચ્યા બાદ તે ત્યાંથી પણ વીડિયો શેર કરીને ત્યાંનો નજારો બતાવે છે, સાથે જ દુબઇ ફ્રેમમાં જવાની ટિકિટનો ભાવ પણ તે જણાવે છે. દુબઇ ફ્રેમમાં જવાની ટિકિટ 55 દીરામ એટલે કે 1200 રૂપિયાની આસપાસ હોવાનું ખજુરભાઈ કહી રહ્યા છે.

દુબઇ ફ્રેમમાં જતા સમયે ભીખાદાદા દુહો ગાતા પણ જોવા મળી રહ્યા છે. આ સાથે જ ખજૂર તમેની સાથે મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે. ભીખાદાદા અને સોમાકાકા બંને સાથે દુબઇ ફ્રેમમાં જતા જતા ખુબ જ મઝાક મસ્તી અને વાતો કરી રહ્યા છે. દુબઇ ફ્રેમની ખાસિયત બતાવતા નીતિન જાની કહી રહ્યા છે કે અહિયાંથી તમને એક તરફ ઓલ્ડ દુબઇ જોવા મળશે અને બીજી તરફથી તમે ન્યુ દુબઇ જોઈ શકશો.

દુબઇ ફ્રેમમાં ફરવાનો આનંદ માણ્યા બાદ ખજુરભાઈ અને તેમની ટીમ હોટલમાં પાછી આવે છે અને હોટલ ઉપર આવીને નીતિન જાની તેમના હાથે વઘારેલી ખીચડી બનાવે છે. નીતિન જાની વીડિયોમાં જણાવી રહ્યા છે તેમને ફક્ત ખીચડી જ બનાવતા આવડે છે પરંતુ તે બીજું પણ જમવાનું શીખવા માંગે છે.

Niraj Patel