જુઓ ખજુરભાઈના લગ્ન: ઘોડી ચઢી પોતાની દુલ્હન મીનાક્ષી દવેને લેવા પહોંચ્યા ખજુરભાઇ, શેરવાણીમાં પાડી દીધો વટ્ટ

જુઓ લગ્ન નો વિડીયો: જન્મો જન્મ માટે એકબીજાના થયા નીતિન જાની અને મીનાક્ષી દવે, સાત ફેરા લઇ પ્રભુતામાં પગલા પાડ્યા

ગરીબોની સેવામાં જેમણે ગુજરાતમાં પોતાનું આગવું નામ બનાવ્યુ છે એવા ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની તેમના જીવનનો સૌથી સુંદર સમય વીતાવી રહ્યા છે. નીતિન જાનીએ હાલમાં જ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યા છે. નીતિન જાની તેમની દુલ્હન મીનાક્ષીને લેવા જાન લઇ સાવરકુંડલા પહોચ્યા હતા.

એકબીજાના થયા નીતિન જાની અને મીનાક્ષી દવે

નીતિન જાનીએ કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદાઇથી અને ચુપકે ચુપકે લગ્ન કર્યા. નીતિન જાની તેમની દુલ્હન મીનાક્ષી દવેને લેવા ઘોડી પર પહોચ્યા હતા. વરરાજા બનેલા નીતિન જાની શેરવાણીમાં હેન્ડસમ લાગી રહ્યા હતા તો સોળે શણગારે રેડ લહેંગામાં સજ્જ મીનાક્ષી દવે પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઘોડી ચઢી દુલ્હનને લેવા પહોંચ્યા ખજુરભાઇ

જયમાલા બાદ નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે હાથોમાં હાથ નાખી પોઝ પણ આપ્યો હતો.તમને જણાવી દઈએ કે નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે. આ વિશે મીનાક્ષી દવે એક ઇન્ટરવ્યૂમાં વાત પણ કરી ચૂકી છે.મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી.

ખજુરભાઇ અને મીનાક્ષીના લવ નહિ પણ છે અરેન્જ મેરેજ

ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું. મીનાક્ષી દવે સામાન્ય લોકોની જેમ જ ખજુરભાઈની એક ચાહક હતી અને તે પણ તેમના વીડિયો જોતી હતી.મીનાક્ષી દવેએ પહેલીવાર ખજુરભાઈને ત્યારે જોયા જયારે તેઓ મીનાક્ષી દવેના ગામમાં એક માજીનું ઘર બનાવવા આવ્યા હતા,

ત્યારે તેમને સામાન્ય ચાહકોની જેમ જ નીતિન જાની સાથે સેલ્ફી લીધી અને ત્યારે તેને સપનામાં પણ ખબર નહોતી કે તે એક દિવસ નીતિન જાનીના ઘરમાં કંકુ પગલાં પાડશે.જણાવી દઇએ કે, ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે 8 નવેમ્બરના રોજ સગાઇ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina