લગ્ન બાદ પહેલીવાર નીતિન જાની અને મીનાક્ષી દવેની તસવીર આવી સામે, કપલે લીધા મહાદેવના આશીર્વાદ- રેડ ઓલ લુકમાં સુંદર લાગ્યા મીનાક્ષી ભાભી

છેલ્લા ઘણા સમયથી નીતિન જાની તેમના અંગત જીવનને લઇને ઘણા ચર્ચામાં છે. હાલમાં જ તેઓ તેમની મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. જો કે, લગ્ન બાદ હનીમુન કે ફરવા જવાને બદલે તેઓ સેવાના કામમાં લાગી ગયા છે. જો કે, હાલમાં નીતિન જાનીની પત્ની મીનાક્ષી દવેએ એક તસવીર શેર કરી છે,જેમાં તેઓ મહાદેવની પ્રતિમા આગળ ફોટો ક્લિક કરાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મીનાક્ષી દવે ઓલ રેડ લુકમાં જોવા મળી રહી છે, જ્યારે નીતિન જાની વ્હાઇટ ટી શર્ટમાં જોવા મળી રહ્યા છે.

નીતિન જાની અને મીનાક્ષીની આ તસવીર લગ્નની બાદની છે. કપલની ખુશી તસવીરમાં ઝળકી રહી છે. તસવીર શેર કરતા કેપ્શનમાં મહાદેવ લખવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે, નીતિન જાની આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે અને આજે દરેક ઘરમાં તેમની આગવી ઓળખ છે. તેમને ગુજરાત ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે,

નીતિન જાનીએ જે કામ કર્યું છે તે ખરેખર બીજું કોઈ કરી ના શકે અને એટલે જ તેઓ ગુજરાતની જનતાના ખુબ જ પ્રિય વ્યક્તિ પણ છે. જિગલી ખજૂરના કોમેડી વીડિયોથી લોકોને પેટ પકડીને હસાવનાર ખજૂરભાઇ છેલ્લા થોડા વર્ષોથી કોમેડી કિંગ તરીકે નહિ પરંતુ એક મસીહા તરીકે ઓળખાવવા લાગ્યા છે. તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાની લોકસેવાના કામોમાં લાગ્યા અને અત્યાર સુધી તેઓ હજારો લોકોને મદદ કરી ચુક્યા છે અને ઘર વિહોણા લોકોને અથવા તો જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમને નવા ઘર પણ બનાવી આપ્યા છે.

અંગત જીવનની વાત કરીએ તો, નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે થોડા સમય પહેલા સગાઈના બંધનમાં બંધાયા હતા અને હાલમાં જ અચાનક તેમના લગ્નના સમાચાર સામે આવ્યા. તેમના લગ્ન ઘણા પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. મોટુ નામ ધરાવતા નીતિન જાનીએ કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદગીથી લગ્ન કર્યા હતા.

Shah Jina