શિરડી પહોંચ્યા નીતા અંબાણી, નાના દીકરા અનંતના લગ્ન પહેલા કર્યા સાંઇબાબાના દર્શન

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. ક્યારેક લેવિશ લાઇફસ્ટાઇલને કારણે તો ક્યારેક સાદગીને કારણે. અંબાણી પરિવાર ભગવાનમાં ઘણી આસ્થા ધરાવે છે જેનો પુરાવો અવાર નવાર જોવા મળે છે. અંબાણી પરિવારના સભ્યોને ઘણીવાર અલગ અલગ મંદિરોમાં દર્શન કરતા જોવામાં આવે છે. ત્યારે હાલમાં મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી શિરડી સાઇના દરબાર પહોંચ્યા હતા.

નીતા અંબાણીએ નાના દીકરા અનંતના લગ્ન પહેલા સાઇ દરબારમાં માથુ ટેકવ્યુ, અને IPL 2024માં મુંબઇ ઇન્ડિયન્સની સફળતા માટે દુઆ પણ માંગી. નીતા અંબાણીના શિરડી સાઇના દર્શન કર્યાના કેટલાક દિવસ પહેલા અનંત મધ્યપ્રદેશના દતિયામાં સ્થિત પીતાંબરા માં પીઠના દર્શને પહોંચ્યો હતો. જણાવી દઇએ કે, અનંત અને રાધિકા આ વર્ષે જુલાઇમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. નીતા અંબાણીએ શિરડી સાંઇ મંદિરમાં 21 દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી.

રાત્રે દર્શન કર્યા બાદ સવારે તે ફરી મંદિરમાં દર્શન કરવાના હતા. એવુ કહેવાઇ રહ્યુ છે કે, કે નીતા અંબાણીએ તેમની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સની સફળતા માટે પણ મંદિરમાં પ્રાર્થના કરી. ટીમ પોઇન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સને 8માંથી 5 મેચમાં હારનો સામનો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીનો આખો પરિવાર અવારનવાર રાજસ્થાનમાં શ્રીનાથજીની પૂજા કરવા જાય છે.

અંબાણી પરિવારના મુંબઇ સ્થિત ઘર એન્ટિલિયામાં શ્રી કૃષ્ણનું એક મોટું મંદિર પણ છે, તાજેતરમાં જ નીતા અંબાણીએ ગુજરાતના જામનગરમાં 14 મંદિરો બનાવ્યા છે. અંબાણી પરિવારે આ 14 મંદિરો જામનગરના મોતીકાવાડીમાં બનાવ્યા છે. આ મંદિરો એક જ સંકુલમાં બનેલા છે. આ મંદિરોમાં કોતરવામાં આવેલા સ્તંભો, ફ્રેસ્કો શૈલીના ચિત્રો, પ્રાચીન સ્થાપત્યથી પ્રેરિત અને દેવી-દેવતાઓના શિલ્પો છે.

Shah Jina