કયારેક ભરતનાટ્યમ કરતા હતા નીતા અંબાણી હવે જીવે છે આવી લાઇફ, જાણો તેમની લાઇફસ્ટાઇલ

પોતાને કામમાં રાખે છે ખૂબ જ વ્યસ્ત નીતા અંબાણી, પરંતુ પરિવાર સાથે વિતાવેલો એક દિવસ આપે છે દિલને સૂકુન

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાંના એક એવા મુકેશ અંબાણીની ચર્ચા તો લગભગ બધે જ થતી હોય છે. લોકો ઘણીવાર તેમની સંપત્તિ વિશે વાતો કરતા હોય છે. મુકેશ અંબાણીએ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ તેમની ઓળખ બનાવી છે.

મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. નીતા અંબાણી કોઇ સેલિબ્રિટીથી કમ નથી. નીતા અંબાણી એક સફળ બિઝનેસ વુમન પણ છે. દુનિયાની સૌથી અમીર મહિલાઓમાં નીતા અંબાણીનું નામ સામેલ છે.

નીતા અંબાણીનો જન્મ નવેમ્બર 1963માં મુંબઇમાં થયો હતો. તેઓ એક સાધારણ પરિવારમાં મોટા થયા હતા. બાળપણથી તેઓ ભરતનાટ્યમ તરફ આકર્ષિત હતા. જે કારણે તેઓ લગભગ 5 વર્ષની ઉંમરથી જ ભરતનાટ્યન શીખવા લાગ્યા હતા.

નીતાએ ઘણા સ્ટેજ શોમાં ભાગ લીધો અને પોતાની પ્રતિભા લોકો સુધી પહોંચાડી. નીતાએ ગ્રેજ્યુએશનની ડિગ્રી કોમર્સમાં લીધી છે. તેમનો અભ્યાસ નરસી મોન્ખી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં થયો હતો. તેમણે અભ્યાસ પૂરો થયા બાદ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું.

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભલે દેખાવમાં થોડા સિરિયસ લાગતા હોય પરંતુ તેમની રિયલ લાઇફ કોઇ બોલિવુડ ફિલ્મની કહાનીથી કમ નથી. મુકેશ અંબાણી માટે નીતા અંબાણીને ભલે ધીરૂભાઇએ પસંદ કર્યા હોય પરંતુ તેમની લવ સ્ટોરીની શરૂઆત મુંબઇના પેડર રોડથી શરૂ થઇ હતી.

નીતાને શરૂઆતથી જ ડાંસ કરવો ખૂબ જ પસંદ હતો. નવરાત્રિ દરમિયાન મુંબઇના બિરલા માતોશ્રીમાં નીતાને એક ડાંસ પર્ફોમન્સ દરમિયાન ધીરૂભાઇ અંબાણી અને તેમની પત્ની કોકિલાબેને તેમને મુકેશ અંબાણી માટે પસંદ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ધીરૂભાઇ અંબાણી અને તેમની પત્ની કોકિલાબેન અંબાણી નીતાના ડાંસથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે એ મહેસૂસ કર્યુ કે, નીતા માત્ર ખૂબસુરત જ નહિ પરંતુ તેમની અંદર ભારતીય સંસ્કાર પણ છે. આ સમય એ હતો જયારે તેઓએ નીતાને તેમની વહુ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ધીરૂભાઇએ બીજા દિવસે આયોજકો પાસેથી નીતાનો નંબર લઇ તેમના ઘરે ફોન કર્યો હતો. પહેલા તો નીતાને વિશ્વાસ ન થયો કે ફોન પર ધીરૂભાઇ અંબાણી છે. પરંતુ પિતાના કહેવા પર નીતાએ તેમના સાથે વાત કરી. ધીરૂભાઇએ નીતાને કહ્યુ કે, હું તમને મારી ઓફિસ આવવા નિમંત્રણ આપુ છું અને તે બાદમાં તેમણે ફોન મૂકી દીધો.

ધીરૂભાઇએ નીતા જયારે ઓફિસ આવ્યા ત્યારે પૂછ્યુ, તમે શુ કરો છો ? આ પર નીતાએ કહ્યુ કેે, હું અભ્યાસ કરુ છું. તે બાદ તેમણે બીજો સવાલ કર્યો કે, તેમનેે શેમાં રસ છે ? તો તના જવાબમાં નીતાએ કહ્યુ, તેમને ડાંસિંગ અને સ્વિમિંગમાં રસ છે.

ધીરૂભાઇના કહેવા પર જયારે નીતા મુકેશ અંબાણીને પહેલી વાર મળવા પહોંચ્યા તો આ દરમિયાન તે વિશ્વાસ કરી શક્તા ન હતા કે તે આટલા મોટા વ્યક્તિની સામે ઊભા છે.

નીતા અને મુકેશ જયારે સાંજે મુંબઇના પેડર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની ગાડી સિગ્નલ પર ઊભી હતી અને ત્યારે મુકેશ અંબાણીએ નીતાને ફિલ્મી અંદાજમાં પૂછ્યુ હતુ કે, શું તે તેમના સાથે લગ્ન કરશે ? આ પર નીતા શરમાઇ ગયા અને તેમણે ગાડી આગળ ચલાવવાનું કહ્યુ. પરંતુ મુકેશે કહ્યુ કે, જયા સુધી તે જવાબ નહિ આપે ત્યાં સુધી તે ગાડી આગળ નહિ ચલાવે. ત્યાં સિગ્નલ ખુલી ગયુ હતું અને તેમની ગાડી પાછળ ઘણી ગાડીઓ ઊભી હતી. તે બાદ નીતાએ મુકેશનના પ્રપોઝલને સ્વીકાર્યુ. તે બાદ નીતા અને મુકેશ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા.

નીતા અંબાણી મુકેશ અંબાણી કરતા 6 વર્ષ નાના છે. તેઓ આજે 57 વર્ષના છે પરંતુ આ ઉંમરે પણ તેઓ પોતાને ફિટ રાખે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીના લગ્ન 8 માર્ચ 1985ના રોજ થયા હતા.

નીતા લગ્ન પહેલા એક સામાન્ય પરિવારમાંથી હતા. આ જ કારણ છે કે, તેઓ આટલી સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે પરંતુ તેઓ એક સામાન્ય માતાની જેમ તેમના બાળકોની સારસંભાળ રાખે છે. તેઓ એક આદર્શ પત્નીની જેમ મુકેશ અંબાણીની દેખરેખ રાખે છે.

નીતા અંબાણીનું કહેવું છે કે, જો તે મુંબઇમાં હોય તો સપ્તાહમાં એક દિવસ પરિવાર સાથે વિતાવવો ખૂબ જ સુકૂન આપે છે. નીતા અંબાણીની એક અલગ ઓળખ છે. તેમની પાસે પોતાનો બિઝનેસ છે. જેમાં ધીરૂભાઇ અંબાણી સ્કૂલ ઉપરાંત તે IPLની પોતાની ટીમને લઇને વ્યસ્ત રહે છે.

નીતા અંબાણી કહે છે કે, તેમના માટે માતા બનવું એ જીવનનો સૌથી મહત્વનો પળ રહ્યો છે. લગ્નના 8 વર્ષ બાદ તેઓ માતા બન્યા હતા. તેમનું કહેવું છે કે, તે હંમેશા તેમના બાળકોના સંપર્કમાં રહે છે. તેમની સમસ્યાઓનું સમાધાન તે અને મુકેશ અંબાણી બંને સાથે મળીને કરે છે.

નીતા અંબાણી મુંબઇ સ્થિત ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ફાઉન્ડર અને ચેરમેન છે. નીતા IPL ક્રિકેટ ટીમ મુંબઇ ઇન્ડિયન્સના માલકિન છે અને આ સાથે જ તેઓ ઘણા એનજીઓ સાથે મળીને કામ પણ કરે છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો પૈકી આકાશ અને ઇશા અંબાણી પિતાના બિઝનેસ સાથે જોડાયેલા છે. ઇશા અંબાણી જિઓ નેટવર્કના પૂરા કામને સંભાળે છે. ત્યાં જ અનંત અંબાણી માતા સાથે મળીને આઇપીએલની ટીમ મુંબઇ ઇન્ડિયન્સનું કામ સંભાળે છે.

તમને જણાવી દઇએ કે, ઇશા અંબાણીનો જન્મ 1991માં થયો હતો. 16 વર્ષની ઉંમરે ઇશા ત્યારે બધાની નજરમાં આવી જયારે મશહૂર મેગેઝિન ફોર્બ્સએ સૌથી અમીર બાળકોમાં તેને બીજા નંબરનું સ્થાન આપ્યું.

ઇશાએ તેની પહેલી નોકરી પિતાની કંપનીમાં કરી ન હતી. પરંતુ તે અમેરિકામાં ગ્લોબલ કંસલ્ટેંસી ફર્મ મેકિંસેમાં કરી હતી.રિલાયન્સ ગ્રુપના ફેશન પોર્ટલનું કામ ઇશા અંબાણી સંભાળે છે. ઇશાને તેમના પિતાએ માત્ર જિયો નહિ પરંતુ ફેશન પોર્ટલ અજીઓ ડોટ કોમની પણ ડાયરેક્ટર નિયુક્ત કરી છે.

નીતા અંબાણીનું કહેવુ છે કે, તેઓ તેમનું કોઇ પણ કામ એક મિશનની જેમ કરે છે. ક્રિકેટમાં તેમને રસ હતો નહિ પરંતુ જયારેે મુકેશ અંબાણીએ ટીમ ખરીદી તો તેમને આ વિશે જાણવાનું શરૂ કર્યું. તેમનું કહેવુ છે કે, તેઓ કામ દરમિયાન ડિસ્ટર્બ થવું પસંદ કરતા નથી. ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાં એડમિશન સમયે નીતા અંબાણી તેેમનો મોબાઇલ બંધ રાખે છે. તેમનું માનવું છે કે, સ્કૂલમાં એડમિશન મેળવવા માટે કોઇ ઓળખાણની જરૂર નથી. જો બાળક હોશિયાર હશે તો તેને સ્કૂલમાં એડમિશન મળી જશે.

 

Shah Jina