અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, તે એમની શાહી લાઈફ સ્ટાઇલ અને તેમના પ્રસંગોના કારણે સોશિયલ મીડિયામાં પણ છવાયેલો રહે છે. અંબાણી પરિવાર સાથે જોડાયેલી ઘણી બાબતો પણ આપણને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહે છે.
પરંતુ આજે અમે તેમને એક વાત જણાવીશું જે તમને પણ ખબર નહીં હોય. અંબાણી પરિવારની લાડલી વહુ શ્લોકા મહેતાને લગ્નની અંદર નીતા અંબાણીએ જે હાર ભેટમાં આપ્યો હતો તે કોઈ સામાન્ય હાર નહોતો. આ હાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ચુક્યો છે.
વર્ષ 2019માં જયારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન થયા ત્યારે દુનિયાભરના લોકો આ લગ્નમાં સામેલ થવા માટે આવ્યા હતા. આ લગ્ન ખુબ જ શાહી હતા. જેની ચર્ચાઓ ખુબ જ ફેલાઈ હતી. આ પ્રસંગને ખાસ બનાવવા માટે નીતા અંબાણીએ પોતાની વહુ શ્લોકા મહેતાને એક ખાસ અને ખુબ જ કિંમતી ભેટ આપી હતી.
રિપોર્ટ પ્રમાણે નીતા અંબાણીએ પોતાની લાડલી વહુ શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો હાર ભેટમાં આપ્યો હતો. ‘L’Incomparable નામના આ પ્રખ્યાત હારને લેબનાન જ્વલેર Mouawad દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ હારની વચ્ચે 407 કેરેટના યલો શેડ કટ ડાયમન્ડ લાગેલો છે. જે તેનું ફોકસ પોઇન્ટ છે. આ ફ્લોલેસ ડાયમંડને વર્ષ 1980માં આફ્રિકામાં શોધવામાં આવ્યો હતો.
આ હારની અંદર પાનાની પેટર્ન બનાવવા માટે ડાયમંડનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. રોઝ ગોલ્ડના બેસ ઉપર લગભગ 91 વ્હાઇટ ડાયમંડથી તેને ખુબ જ સુંદર પેટર્ન આપવામાં આવી છે. નૅકલેસના તૈયાર થવા ઉપર તેને વર્ષ 2013માં એકઝીબીશિયનમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન તેની કિંમત 55 મિલિયન ડોલર્સ હતી. આ કિંમતના કારણે હારને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળી હતી.
એ દરમિયાન સામે આવેલા રિપોર્ટનું માનીએ તો પહેલા નીતા અંબાણી તેમની વહુને ખાનદાની ઘરેણાં આપવા માંગતી હતી જે તેમની સાસુ કોકિલાબેન અંબાણીએ તેમને આપ્યા હતા.દરેક સાસુની જેમ રીતિ રિવાજ પ્રમાણે નીતા પણ પોતાના ઘરેણાં શ્લોકાને આપવા માંગતી હતી. પરંતુ બાદમાં તેમનું મન બદલાઈ ગયું અને તેમને વહુ શ્લોકાને ખાસ ભેટ આપવાનો નિર્ણય કર્યો અને તેના માટે ‘L’Incomparable હારને પસંદ કરવામાં આવ્યો.
હવે નીર અંબાણીએ આ હારને સાચે જ પોતાની વહુને ભેટમાં આપ્યો છે તેના વિશેની હજુ કોઈ પુષ્ટિ નથી થઇ. પરંતુ એ વાત નક્કી છે કે નીતા અંબાણી પોતાની વહુને પણ પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરે છે.