નીતા અંબાણીએ અનંતના લગ્ન પહેલા વ્યક્ત કરી પોતાની બે ઈચ્છાઓ…જામનગર વિશે જણાવતા થયા ભાવુક
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થઇ ગયા છે અને આ ફંક્શન 3 માર્ચ સુધી ચાલશે. ત્યારે અનંતની માતા નીતા અંબાણીએ એક વીડિયો બહાર પાડીને જણાવ્યું કે આ ફંક્શન માત્ર જામનગરમાં જ શા માટે યોજવામાં આવી રહ્યુ છે. નીતા અંબાણીએ જણાવ્યું કે તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંતનું બાળપણ જામનગરમાં વીત્યું હતું.
એટલા માટે હું ત્રણેય બાળકોને પરિવારના મૂળ સાથે જોડાયેલા રાખવા માંગુ છું. બિઝનેસને કારણે મુંબઈમાં રહેવાને કારણે કેટલીક બાબતો પાછળ રહી ગઈ હતી, જેના વિશે હું દુનિયાને વાકેફ કરવા માંગતી હતી. સમગ્ર અંબાણી પરિવારનો જામનગર સાથે ગાઢ સંબંધ છે. અનંતના દાદીમાનો જન્મ જામનગરમાં થયો હતો. તેમના દાદા ધીરુભાઈ અંબાણીએ જામનગરથી જ બિઝનેસ શરૂ કર્યો હતો.
આ સાથે અનંતના પિતા મુકેશ અંબાણીએ પણ જામનગરમાં ફેમિલી બિઝનેસ સંભાળ્યો હતો અને અહીં બિઝનેસની કળા શીખી હતી. આ ઉપરાંત હું ભારતીય સંસ્કૃતિને ખૂબ જ પ્રેમ કરું છું, કારણ કે ભારતીય સંસ્કૃતિ અને કલા મને ઘણી પ્રેરણા આપે છે. એટલે મેં જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગનું આયોજન ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાગત રિવાજો સાથે કરવાનું આયોજન કર્યું. નીતા અંબાણીએ અનંતના લગ્નને લઈને પોતાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી.
પોતાની પ્રથમ ઈચ્છા વિશે વાત કરતા નીતા અંબાણીએ કહ્યું, “અમે જ્યાંથી આવ્યા છીએ તે ગુજરાત છે. જ્યારે રાધિકા સાથે મારા સૌથી નાના પુત્ર અનંતના લગ્નની વાત આવી ત્યારે મારી બે મહત્વની ઈચ્છાઓ હતી. સૌ પ્રથમ હું ઈચ્છતી હતી કે તહેવારને મૂળ સાથે ઉજવવો. જામનગર આપણા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને તેનું ઊંડું મહત્વ છે.”
પોતાની બીજી ઈચ્છા જણાવતા નીતા અંબાણીએ કહ્યું કે, “હું ઈચ્છતી હતી કે આ તહેવાર આપણી કલા અને સંસ્કૃતિ પ્રતિ એક ટ્રિબ્યુટ હોય અને અમારા પ્રતિભાશાળી ક્રિએટિવ દિમાગોના હાથો, દિલો અને કડી મહેનતથી બનાવવામાં આવેલ આપણા વારસા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય.” જણાવી દઇએ કે, અનંત અને રાધિકાની સગાઈ 2022માં રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી, ત્યારબાદ 2023માં મુંબઈમાં અંબાણી હાઉસ એન્ટિલિયા ખાતે સત્તાવાર સમારોહ યોજાયો.
View this post on Instagram