નીતા અંબાણી જામનગરના ગામડામાં આવ્યા, બહેનોને પૂછ્યું કેમ છો? એક મહિલાએ કહ્યું આવો ચક્કર મારવા, જુઓ વીડિયો
દેશ-દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવાર તેમની સાદગી માટે પણ જાણિતો છે. ત્યારે હાલમાં જ અચાનક નીતા અંબાણી અને તેમનો નાનો પુત્ર અનંત અંબાણી ચર્ચામાં આવી ગયા અને તેનું કારણ એ છે કે નીતા અંબાણી ગત રોજ અચાનક જામનગર જિલ્લાના લાલપુર ગામની મુલાકાતે પહોંચ્યા.
નીતા અંબાણીએ બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી અને ત્યાં કામ કરતી સખી મંડળની બહેનો સાથે વાતચીત પણ કરી અને બધાના ખબર અંતર પણ પૂછ્યા. આ સાથે જ વિશ્વ વિખ્યાત બાંધણી કઈ રીતે બને છે તેની માહિતી પણ મહિલા કારીગરો પાસેથી મેળવી. સોમવારના રોજ સાંજના સમયે મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણી જામનગરના લાલપુર ગામે પહોંચ્યા હતા.
નીતા અંબાણીએ બાંધણીકામ કરતી મહિલા કારીગરોને પૂછ્યુ હતું કે, કેમ છો બધા?. ત્યારે મહિલા કારીગરો દ્વારા પોતે મજામાં હોવાનું જણાવી વાતચીત કરી હતી. નીતા અંબાણી સાથે મુલાકાતથી સખી મંડળની બહેનો પણ ખૂબ જ ખુશ જોવા મળી હતી. આ મામલે લાલપુરના સરપંચે જણાવ્યું કે, લાલપુર ગામમાં 400થી વધુ મહિલાઓ બાંધણી કામ સાથે જોડાયેલી છે અને તેમને મળવા માટે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.
હસ્તકલા થકી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપતી મહિલા કારીગરો સાથે નીતા અંબાણીએ મુલાકાત કરવાની ઈચ્છા વ્યકત કરી અને તે પછી તેઓ મળવા માટે પહોંચ્યા. નીતાબેને કઈ રીતે મહિલાઓ કામ કરે છે અને બાંધણીની પ્રોસેસ અને વર્ક કેવી રીતે થઈ રહ્યું છે તેની પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત મહિલાઓ સ્વનિર્ભર બની કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે તે અંગે પણ મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
બીજી બાજુ વાત કરીએ તો, નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ એક કર્મચારીના દીકરાના લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી. લાલપુરના મૂળ ડબાસંગ ગામના વતની મહીપતસિંગ જાડેજાના પુત્રના લગ્નમાં અનંતે હાજરી આપી હતી. શેઠના પુત્રએ લગ્નમાં હાજરી આપતા તેમના વર્ષો જૂના વફાદાર અને નિષ્ઠાવાન મહીપતસિંહ જાડેજા ખુશખુશાલ થઈ ગયા હતા.
View this post on Instagram