અંબાણી પરિવારની બંને વહુઓ વચ્ચેની બોન્ડિંગ છે ઘણી સારી, જાણો કેવો છે નીતા અને ટીના અંબાણી વચ્ચેનો સંબંધ

નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે છે ઘણી સારી બોન્ડિંગ, જુઓ જેઠાણી-દેવરાણીની સાથે તસવીરો

દેશના સૌથી અમીર અંબાણી પરિવારની ઘણી માન-પ્રતિષ્ઠા છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી દેશ જ નહિ પરંતુ વિશ્વના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક છે. તેમના ભાઇ અનિલ અંબાણી આજ-કાલ થોડી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. પરંતુ બંને ભાઇઓ વચ્ચે ઘણો સારો સંબંધ છે.

મુકેશ અંબાણી હંમેશા તેમના ભાઇ અનિલ અંબાણીની મદદ કરે છે. ત્યાં અંબાણી પરિવારની બે વહુઓ નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે પણ ઘણી સારી બોન્ડિંગ છે. બંને ભાઇઓના બિઝનેસ અલગ થયા બાદ એવા સમાચારો વહેતા થયા હતા કે નીતા અને ટીના અંબાણી વચ્ચે કંઇ સારા સંબંધ નથી, પણ આ વાત ખોટી સાબિત થઇ.

રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરૂભાઇ અંબાણીની બંને વહુઓ નીતા અંબાણી અને ટીના અંબાણી ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. નીતા અંબાણીનો જયાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કઇ સંબંઘ નથી ત્યાં ટીના અંબાણી 80ના દાયકાની જાણિતી અભિનેત્રી રહી ચૂક્યા છે. જો કે, તેઓ હાલ લાઇમલાઇટથી દૂર રહે છે.

નીતા અંબાણી અને ટીના અંબાણીમાં એક ખાસ બોન્ડિંગ જોવા મળે છે. બંનેને લઇને કોઇ મતભેદની ખબરો આજ સુધી આવી નથી. એવામાં લાગે છે કે, બંને ખૂબ જ સ્પેશિયલ બોન્ડ શેર કરે છે.

નીતા અંબાણી અને ટીના અંબાણીનું બેકગ્રાઉન્ડ અલગ છે, પરંતુ તેઓ બંને વચ્ચે જયારે બોન્ડિંગની વાત આવે તો, તે પારિવારિક સમારોહમાં અને ઘણા અવસર પર એકબીજા સાથે જોવા મળતા હોય છે. આ પરથી કહી શકાય કે, બંને ખૂબ જ સ્પેશિયલ બોન્ડ શેર કરે છે.

નીતા અંબાણી અને ટીના અંબાણી પરિવારમાં કોઇ પણ ફંકશન હોય તેમાં એકસાથે જોવા મળે છે. તેઓ ખાસ અવસર પર તેમની સાસુ કોકિલાબેન અંબાણી સાથે પણ જોવા મળે છે. બંને તેમની સાસુનું ઘણુ ધ્યાન રાખતા હતા.

નીતા અંબાણી અને ટીના અંબાણી ઘણીવાર ઇવેન્ટમાં સાથે જોવા મળતા હોય છે. તેઓના રસ અને રૂચિ વિશે વાત કરવામાં આવે તો, બંને એકબીજાથી ઘણા અલગ છે. નીતાને સ્વિમિંગ, બુક રિડિંગ અને ક્રિકેટમાં રસ છે તો, ત્યાં ટીના અંબાણી છેલ્લા 17 વર્ષથી વધુ આર્ટ સાથે જોડાયેલા છે. ટીના અંબાણીને આર્ટ અને પેન્ટિંગનો ઘણો શોખ છે.

ટીના અંબાણી ફિલ્મ અભિનેત્રી હતા. તેમના ગ્લેમરનો કોઇ જવાબ ન હતો. ત્યાં જ નીતા અંબાણી ઘણા સાદગીભર્યા હતા. પરંતુ સમય સાથે ઘણો બદલાવ આવતો ગયો. આજે નીતા અંબાણી ખૂબ જ ગ્લેમરસ લાગે છે.

અંબાણી પરિવારમાં કોઇ પણ ફંકશન હોય તો નીતા અંબાણી અને ટીના અંબાણીને સાથે ધમાલ કરતા જોવામાં આવે છે. ઇશા અને આકાશ અંબાણીના લગ્નમાં બંનેએ સાથ ડાંસ કર્યો હતો.

Shah Jina