નીતા અંબાણીને સ્ટેજ પર જોઇ તાળીઓથી ગુંજી ઉઠ્યો પંડાલ, ફાલ્ગુની પાઠક સાથે ખૂબ રમ્યા ગરબા….જુઓ વીડિયો
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ ગુરુવારે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘રેડિયન્સ દાંડિયા’માં પ્રખ્યાત ગાયિકા ફાલ્ગુની પાઠક સાથે દશેરાની ઉજવણી કરી. ‘ક્વીન ઓફ દાંડિયા’ તરીકે ઓળખાતી ફાલ્ગુની પાઠક સાથે નીતા અંબાણીએ ગરબાની મજા માણી.

નીતા અંબાણીએ કહ્યુ- “જ્યારે હું નાની હતી, ત્યારે હું નવરાત્રીની બધી નવ રાતો નૃત્ય કરતી હતી. તે મારી યુવાનીની ઘણી સુંદર યાદોને તાજી કરે છે. હું ફાલ્ગુનીને 25 વર્ષથી ઓળખું છું,” નીતા અંબાણીએ રેડિયન્સ દાંડિયામાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે નવરાત્રીની ઉજવણી કરી.” પ્રાર્થનાથી લઈને ગરબાના આનંદમાં જોડાવા સુધી, તે ખરેખર જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ઉજવણી અને ભક્તિની રાત્રિ હતી.

2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થયેલ નવરાત્રીનો તહેવાર, સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો, દેવી દુર્ગાની પૂજા કરવામાં આવી હતી. નીતા અંબાણીએ પહેલા દેવી દુર્ગાની પ્રાર્થના કરી અને પછી ફાલ્ગુની પાઠક સાથે પરંપરાગત સંગીત પર ગરબા કર્યા. આ ખાસ પ્રસંગે નીતા અંબાણીએ સલવાર સૂટ પહેર્યો હતો. તેમણે જય શ્રી કૃષ્ણ અને અંબે માના નારા લગાવ્યા હતા.

નીતા અંબાણીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે બધાના દિલ જીતી રહ્યો છે. વાયરલ વીડિયોમાં નીતા અંબાણી ફાલ્ગુની પાઠકના ગીત પર ગરબા કરતા જોઈ શકાય છે. ગરબા કરતી વખતે પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમનો ઉત્સાહ વધાર્યો.
View this post on Instagram
