ખબર

નસીબદાર ગુજરાત: ગુજરાત માથેથી મોટો ખતરો ટળ્યો : નિસર્ગ વાવાઝોડું નહીં ટકરાય પણ…

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત માટે એક રાહતના સમાચાર આવ્યા છે ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડા સંકટ ટળ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે પણ હવે ગુજરાત સાથે ટકરાશે નહીં.

Image Source

જોકે, ગુજરાતમાં વરસાદ વરસવાની પૂરી સંભાવના છે. જોકે, આ વાવાઝોડું મહારાષ્ટ્રમાંથી પસાર થશે ત્યાં મોટી ખાનાખરાબી સર્જાઈ શકે છે. ગુજરાતમાં મોટો ખતરો હવે ટળી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નિર્સગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં નહીં ટકરાય પરંતુ મહારાષ્ટ્રના અલીબાગ ખાતે ટકરાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જો કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરાયું હતું. ભાવનગર અને અમરેલી જિલ્લાને હાઈ એલર્ટ પર મુકાયા હતા. હવામાન વિભાગે હજુ 4 અને 5 જૂને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનને લઈ ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જ્યાંથી સાયક્લોનથી પ્રભાવિત થનારા જિલ્લામાં રાહત સહિત લોકોને જાગૃત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

Image Source

4 જૂનના રોજ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વલસાડ, નવસારી, સુરત ભરૂચ, વડોદરા, આણંદ, દમણ. દાદરાનગર હવેલી, ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ, બોટાદ દીવને ઘમરોળશે.

Image Source

5 જૂનના રોજ આ જિલ્લામાં વરસશે વરસાદ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા,ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.