હનુમાન દાદાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા કામ ના મળવા ઉપર મુકાયો આર્થિક મુશ્કેલીમાં, 22 લાખનું બાઈક વેચવું પડ્યું માત્ર આટલી સસ્તી કિંમતમાં

કોરોના વાયરસના કારણે આખી દુનિયા ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકડાઉન અને વાયરસના પ્રકોપના કારણે ઘણા એકમો બંધ કરવામાં આવ્યા, જેમાંથી એક ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પણ છે, જેના કારણે ઘણા કલાકારો બેકાર બની ગયા. તેમની પાસે કોઈ કામ ના રહ્યું. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે ત્યારે હાલમાં ધારાવાહિકમાં હનુમાન દાદાનું પાત્ર નિભાવનાર અભિનેતા નિર્ભય વાધવા પણ આ સમયમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે. તેમને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે બાઈક વેચવી પડી.

ગયા વર્ષે લાંબા સમય સુધી શૂટિંગ બંધ થવાના કારણે ઘણા કલાકારો રોડ ઉપર આવી ગયા. એવામાં એકવાર ફરીથી શૂટિંગ શરૂ થયું, પરંતુ ઘણા કલાકારોને કામ નહોતું મળી રહ્યું. એવામાં આ વર્ષે પણ લાંબા સમયથી શૂટિંગ બંધ છે. કંઈક આવી જ હાલત “હનુમાન”ના પાત્રમાં નજર આવેલા નિર્ભય વાધવાની છે.જે છેલ્લા દોઢ વર્ષથી બેરોજગાર છે.

એક મીડિયા સાથે વાતચીત દરમિયાન નિર્ભયે ખુદ પોતાની હાલત વિશેનો ખુલાસો કર્યો હતો. તેને જણાવ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી ઘરે બેઠો છે. જેના કારણે તેનું બધું જ સેવિંગ ખતમ થઇ ચૂક્યું છે અને હાલમાં કોઈ કામ હાથમાં નથી. ક્યાંય કોઈ લાવ શો પણ નથી થઇ રહ્યો. એવામાં કેટલુંક પેમેન્ટ બાકી પણ હતી. તે હજુ સુધી નથી મળી શક્યું.

નિર્ભયે જણાવ્યું કે તે એડ્વેન્ચરનો શોખીન છે. એવામાં તેને કોરોના મહામારી પહેલા એક સુપર બાઈક લીધી હતી. પરંતુ પરિસ્થિતિએ એવો મજબુર કરી નાખ્યો કે તેને આ બાઈક વેચવી પડી. નિર્ભયે જણાવ્યું કે બાઈક તેમના ગૃહનગર જયપુરમાં હતી. જેના કારણે તે માર્ચમાં જયપુર ગયા અને બાઈક વેચી નાખી.

પરંતુ આ સુપર બાઈક વેચવી પણ તેના માટે સરળ નહોતું. નિર્ભયે જણાવ્યું કે આ બાઈક તેને 22 લાખ રૂપિયામાં ખરીદી હતી. પરંતુ જયારે વેચવા માટે નીકળ્યા ત્યારે તેના માટે ગ્રાહક ના મળ્યા. જેના કારણે તેમને આ બાઈક કંપનીને જ સાડા 9 લાખમાં વેચી દીધી.

હાલમાં નિર્ભયેને કામ મળી ગયું છે અને તે જલ્દી જ ટીવી શો “વિઘ્નહર્તા ગણેશ”માં હનુમાનજીના પાત્રમાં નજર આવવાના છે. અભિનેતાએ જણાવ્યું કે સોની ચેનલ સાથે તેમને પહેલા પણ કામ કર્યું છે. સંકટ મોચન મહાબલીમાં તેમને કામ કર્યું હતું. જે અઢી વર્ષ સુધી ચાલી હતી. તેમના જ પ્રોડક્શન હાઉસનો શો વિઘ્નહર્તા ગણેશ પણ છે અને જયારે હનુમાનની ભૂમિકા કરવાની હતી તો મને ફરીથી તેમને સંપર્ક કર્યો.

Niraj Patel