ખબર

નીરવ મોદીને લાવવામાં આવશે ભારત, બે વર્ષ સુધી ચાલેલી કાનૂની કાર્યવાહીમાં નીરવ મોદીને મળી હાર

પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર અને ભાગેડુ નીરવ મોદીને ભારત પ્રત્યર્પણ પર લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ અદાલતે ગુરૂવારે નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે તેના ભારત પ્રત્યર્પણ માટે મંજૂરી આપી દીધા છે. કોર્ટે કહ્યુ કે, ભારતની ન્યાયપાલિકા નિષ્પક્ષ છે.

વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ અદાલતના જજે નિર્ણય સંભળાવતા કહ્યુ કે, આ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે, નીરવ મોદીને ભારતમાં અનેક સવાલોના જવાબ આપવાના છે. ભારત જવા પર તેને દોષી કરાર કરવા પર પૂરી સંભાવના છે. જજે એ પણ કહ્યુ કે, નીરવ મોદી તરફથી જે નિવેદન આપવામા આવ્યુ છે તે અલગ છે. પહેલી નજરમાં સાબિતી નીરવ મોદી વિરૂદ્ધ જાય છે.

આ સાથે જ અદાલતે કહ્યુ, એ વાત પર કોઇ સાબિતી નથી. જો તેને ભારત પ્રત્યર્પણ કરવામાં આવે છે તો તેમના સાથે ન્યાય નહિ થાય. ભારતની ન્યાયપાલિકા નિષ્પક્ષ છે. કોર્ટે માનસિક સ્વાસ્થ્યને લઇને નીરવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને નકારી કાઢવામાં આવી છે.

નીરવ મોદી હાલ લંડનની જેલમાં બંધ છે, તેણે અને મેહુલ ચોક્સીએ બેંક અધિકારીઓ સાથે મળી PNBમાં આશરે રૂપિયા 14 હજાર કરોડથી વધારે લોનની છેતરપિંડી કરી હતી. ભારતમાં બેંકને લગતી ગેરરીતિ અને મની લોન્ડ્રિંગ હેઠળ બે મુખ્ય કેસ CBI અને ED એ દાખલ કરેલા છે. આ ઉપરાંત અન્ય કેસમાં પણ તેની સામે ભારતમાં કેસ નોંધાયેલ છે. નીરવ મોદીએ તેના પ્રત્યાર્પણના આદેશ સામે બ્રિટનની કોર્ટમાં સ્ટે માગ્યો હતો..