વાહ…બનાસકાંઠાના નાનકડા ગામની 9 વર્ષની દીકરીનું ખુબ જ મોટું કામ…પોતાના અતિપ્રિય વાળને કર્યા ડોનેટ…વાંચીને તમે પણ સલામ કરશો

વડગામની નાનકડી દીકરીએ ઉપાડી મોટી જવાબદારી, નાની ઉંમરમાં જ કર્યું એવું કામ કે તમે પણ વાંચીને કરશો સલામ

આજના સમયમાં યુવાધન ખુબ જ જાગૃત બન્યું છે અને ઘણા બધા મામલામાં ખુલીને આગળ પણ આવી રહ્યું છે. ત્યારે નવી પેઢીના બાળકો પણ નાની ઉંમરમાં જ કેટલાક મોટા મોટા કાર્યો પણ કરતા હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મેદપુર ગામની અંદર. જ્યાં 3જા ધોરણમાં ભણતી બાળકી કેન્સર પીડિતોની વ્હારે આવી.

9 વર્ષના તૃષાબા નામની દીકરીએ કેન્સર પીડિતો માટે હસતાં મોઢે પોતાના બધા જ વાળનું દાન આપી દીધું હતું. આ કામમાં તેના માતા પિતાએ પણ તેનો સાથ આપ્યો અને તેને લઈને ખુશી પણ વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં હર ડોનેટ કરનાર તૃષાબા પ્રથમ બાળકી પણ બની છે.

બાળપણથી જ તૃષાબાની ઈચ્છા હતી કે તે પોતાના વાળનું દાન કરી દે. પરંતુ તેની ઉંમર નાની હોવાના કારણે તે શક્ય બની શક્યું નહોતું, પરંતુ હાલમાં જ થોડા દિવસ પહેલા તેણે તેના માતા પિતા સામે આ વાત જણાવી અને તેમણે પણ આ કાર્યને લઈને ખુશી વ્યક્ત કરી હેર ડોનેશન લેનારી સંસ્થાની શોધ કરવાનું શરૂ કરી દીધું.

જેના બાદ તેમને હૈદરાબાદની એક સંસ્થા મળી અને તેમની સાથે વાતચીત કર્યા બાદ આ સંસ્થાને હેર ડોનેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેના બાદ તૃષાબાના વાળનું દાન લેવામાં આવ્યું અને કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે તેમણે પોતાના વાળ દાન કર્યા. આ વાળની એક વિગ બનાવવા આવશે જે કેન્સરગ્રસ્ત પેશન્ટને આપવામાં આવશે.

નાની ઉંમરમાં તૃષાબા દ્વારા કરવામાં આવેલા આ કાર્યની નોંધ આખા ગુજરાતે લીધી અને સૌ કોઈ તેમની પ્રસંશા કરી રહ્યું છે. આ મામલે તૃષાબાના માતા જયશ્રીબાએ મીડિયાને જણાવ્યું હતું કે, “મારા દીકરીબા નાના હતા ત્યારે મારા મમ્મીને કેન્સર થયું હતું અને ત્યારે તેમને તેમના વાળ ખરી ગયેલા જોયા હતા.  જેના બાદ જ તેમને આ વાળ ડોનેટ કરવાનો વિચાર આવ્યો હતો.

Niraj Patel