આલિયા-કેટરીના બાદ વધુ એક અભિનેત્રી બંધાઇ લગ્નના બંધનમાં, ડાયમંડની કિંમતી જ્વેલરી સાથે પૂર્ણ કર્યો દુલ્હનનો લુક

સાઉથ અભિનેતા આદિ પિનિસેટ્ટી અને અભિનેત્રી નિક્કી ગલરાની લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. આ સ્ટાર કપલે રોયલ અંદાજમાં લગ્ન કર્યા છે. તેમના ગ્રેન્ડ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ઘણી જ ખૂબસુરત છે. નિક્કી ગલરાનીનો બ્રાઇડ લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. અભિનેત્રીએ તેના લગ્નમાં કાંજીવરમ સાડી સાથે ડાયમંડની કિંમતી જ્વેલરી કેરી કરી હતી. સાઉથ બ્રાઇડ બની નિક્કી ગલરાનીની તસવીરોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આદિ પિનિસેટ્ટી અને નિક્કી ગલરાનીએ લગ્ન બાદ એકથી એક ખૂબસુરત તસવીરો ચાહકો સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સ કપલને શુભકામના પાઠવી રહ્યા છે. આદિ અને નિક્કીએ આ વર્ષે માર્ચમાં જ સગાઇ કરી હતી. બંનેએ ગત બુધવારના રોજ હિંદુ પરંપરાઓ અનુસાર લગ્નના પહેલાની રસ્મો નિભાવી હતી. તે બાદથી બધા તેમના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.

ચેન્નાઇમાં એક નાનો લગ્નનો સમારોહ શરૂ થયો, જ્યાં બંનેના લગ્નનું જશ્ન હલ્દી સેરેમની સાથે શરૂ થયુ. તે બાદ પરિવાર અને મિત્રોની હાજરીમાં કપલે બે રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યા. આદિ અને નિક્કી ઘણા સમયથી સાથે છે. ‘મરાગાથા નાનાયમ’ અને ‘યગવરયિનમ ના કાક્કા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ આ જોડી એકબીજાના પ્રેમમાં પડી હતી. જે બાદ તેઓએ તેમના સંબંધને લગ્નનું નામ આપ્યુ. હાલ કપલ તેમના વેડિંગ ફેઝને એન્જોય કરી રહ્યા છે.

18 મે 2022ના રોજ કપલે ચેન્નાઇમાં લગ્ન કર્યા હતા. નિક્કીએ વર્ષ 2015માં તમિલ ફિલ્મ ડાર્લિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાં આદિએ વર્ષ 2006માં ફિલ્મ ઓકા વી ચિત્રમ સાથે સાઉથમાં ડેબ્યુ કર્યુ હતુ.વેડિંગ પ્લાનર અંબિકા ગુપ્તાને આદિ પિનિસેટ્ટીના લગ્નની જવાબદારી સોંપવામાં આવી હતી. તાજેતરમાં અંબિકા ગુપ્તાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં લગ્નની સજાવટની વિગતો આપી છે.

‘ઝૂમ ડિજિટલ’ સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં તેણે ખુલાસો કર્યો કે સેલિબ્રિટી કપલ દ્વારા આપવામાં આવેલી બ્રિફ્સ લગ્નની સજાવટને ક્લાસિક અને યાદગાર રાખવા માટે હતી. અંબિકાના જણાવ્યા અનુસાર, “અમે એ સુનિશ્ચિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા કે તમામ ઇવેન્ટ્સ કપલના વ્યક્તિત્વ અને તેમની સુંદર પ્રેમ કથાનું પ્રતિનિધિત્વ કરવા અને ઉજવણી કરવા માટે યોજવામાં આવે.”

આદિ પિનિસેટ્ટીના લગ્નની થીમ વિશે વાત કરતા, અંબિકાએ ખુલાસો કર્યો કે આદિ પિનિસેટ્ટી અને નિક્કી ગલરાનીના લગ્નની થીમ વ્હાઇટ બ્લોસમ હતી અને આ રંગ ખાસ પસંદ કરવામાં આવ્યો હતો, કારણ કે તે દૈવી સમૃદ્ધિ, વિપુલતા, શુદ્ધતા, શાંતિ અને અનંતતાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, આદિ પિનિસેટ્ટી જલ્દી જ એક્શન ડ્રામા ધ વોરિયરમાં રામ પોથિનેની સાથે નજર આવશે.

Shah Jina