ખબર

અમદાવાદીઓ જલ્દી વાંચી લો આ, રાત્રે 10 વાગ્યા પછી દુકાનો-બજાર બંધ

દુનિયાભરમાં કોરોના વાયરસના મામલાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. તો ભારત પણ કોરોના મામલામાં હવે વિશ્વમાં બીજા નંબર ઉપર પહોંચી ગયું છે. ગુજરાતમાં અમદાવાદમાં પણ કોરોના વાયરસના મામલાઓ વધવા લાગ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ઉપર હવે કોરોનાથી લગામ લગાવવા માટે રાત્રે 10 વાગ્યા પછી કેટલાક વિસ્તારોમાં દુકાનો સદંતર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Image Source

લોકડાઉનમાં મળેલી છૂટ બાદ લોકો બેફામ બહાર નીકળી રહ્યા હતા અને નિયમોનું પાલન પણ નહોતા કરી રહ્યા જેના સંદર્ભે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા શહેરના 27 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ કરવાનો હુકમ આપ્યો છે.

Image Source

અમદાવાદના આ વિસ્તારમાં દુકાનો રહેશે રાત્રે 10 વાગ્યા પછી સદંતર બંધ

 • પ્રહલાદનગર રોડ
 • YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
 • બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
 • પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
 • એસજી હાઈવે
 • ઈસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ
 • સિંધુ ભવન રોડ
 • બોપલ-આંબલી રોડ
 • ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
 •  ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
 •  સાયન્સ સિટી રોડ
 •  શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
 •  આંબલી સર્કલથી વૈષ્ણોવદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
 •  સીજી રોડ
 •  લો ગોર્ડન ( ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
 •  વસ્ત્રાપુર તળાવના ફરતે
 •  માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
 •  ડ્રાઈવ ઈન રોડ
 • ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
 •  શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
 •  બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
 •  IIM રોડ
 •  શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
 •  રોયલ અકબર ટાવર પાસે
 •  સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
 •  સરખેજ રોઝા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
 •  સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ
Image Source

અમદાવાદમાં વિવિધ સ્થળો ઉપર રાત્રે એકત્ર થતી ભીડને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બધા જ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.