નિયા શર્માએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, ગોલ્ડન ગર્લ બનીને ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

ટીવીની સૌથી બોલ્ડ અભિનેત્રીએ ફેન્સને પાગલ કરી દીધા, ફેન્સ બોલ્યા શરમ કરો

ટીવી અભિનેત્રી નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં થાય છે. દરેકને તેનો સુપર ગ્લેમરસ અવતાર પસંદ આવતો હોય છે. નિયા શર્મા ચાહકોને નિરાશ કરતી નથી અને દરરોજ પોતાનો નવો અવતાર બતાવતી રહે છે. એવામાં નિયા શર્માએ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેને જોયા પછી તમને આશ્ચર્ય થશે.

જમાઈ રાજા, નાગિન અને ઈશ્ક મેં મરજવા જેવા ટીવી શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી નિયા શર્મા તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે હેડલાઇન્સમાં રહી છે. નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

નિયા શર્માએ ફરી પોતાની તસવીરોથી સનસનાટી મચાવી દીધી છે. આ વખતે નિયાએ બોલ્ડ ગોલ્ડન કલરનું ગાઉન પહેર્યું છે. સાથે જ તેના ટોન્ડ ફિગરને ફલોન્ટ કરી રહી છે. તેની આ તસવીરો પર ચાહકોને ઘણી બધી કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

નિયા શર્માએ ‘બિગ બોસ ઓટીટી’માં એન્ટ્રી વખતે આ આઉટફિટ પહેર્યો હતો. હવે તેણે આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નિયાએ ગોલ્ડન શિમરી બોલ્ડ ગાઉન પહેર્યું હતું જે હાઈ થાઈ સ્લિટ પેટર્નમાં છે. આ હાઈ સ્લિટ ગાઉનમાં નિયાના ટોન્ડ લેગ ધ્યાન ખેંચી રહ્યા છે. થાઇ-હાઇ સ્લિટ તેના દેખાવને વધુ બોલ્ડ બનાવી રહી છે. તેણે ડ્રેસ સાથે મેચિંગ ગોલ્ડન પેન્ડન્ટ પહેર્યું છે. આ સાથે હીલ્સ અને વેબી હેયર તેના પર સુંદર લાગી રહ્યું હતું.

નિયાએ પોતાનો દેખાવ વેબી હેર સાથે પૂર્ણ કર્યો હતો. આ શૂટમાં નિયા એક સોફા પર પોઝ આપી રહી છે, તેની આ તસવીરો જોઈને તેના ચાહકો મદહોશ થઇ રહ્યા છે. તસવીરો શેર કરતી વખતે નિયા શર્માએ કહ્યું કે તેનું આ આઉટફિટ ખાસ તેના માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેણે ડિઝાઇનરનો પણ આભાર માન્યો હતો.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો નિયા છેલ્લે પંજાબી ગીત ‘અખિયાં ગા ઘર’ના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. નિયાએ રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરેલા એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ પણ જીત્યો છે. કોરોનાવાયરસ મહામારી વચ્ચે આ સિઝન 2020માં એક સ્પેશ્યિલ એડિશન હતું.

Patel Meet