દેશમાં સૌથી વધારે વેચાવાવાળી ઇલેક્ટ્રિક કારમાં લાગી ભયાનક આગ, ભડભડ કરતી સળગી ઉઠી કાર- જુઓ વીડિયો

છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી અનેક ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેણે સૌને ચિંતામાં મુકી દીધા છે. સરકારે પણ આ ઘટનાઓની નોંધ લીધી હતી. પરંતુ આગની ઘટનાઓ તો અટકવાનું નામ જ નથી લઇ રહી. હવે મુંબઈમાં Tata Nexon EV SUVમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના વસઈ પશ્ચિમ વિસ્તારની છે,

 

View this post on Instagram

 

A post shared by dalalstreetlive (@dalalstreetlive)

જ્યાં બુધવારે મોડી રાત્રે EV કારમાં આગ લાગી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. Tata Nexon EV ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. તે દેશભરમાં દર મહિને ઓછામાં ઓછા 2500 થી 3000 યુનિટનું વેચાણ કરી રહ્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં 30000 Nexon EV વેચી છે. કંપનીએ જણાવ્યું હતું કે, “લગભગ 4 વર્ષમાં, 30,000થી વધુ EVsએ સમગ્ર દેશમાં 10 લાખ કિમીથી વધુનું અંતર કવર કર્યું છે.”

આ ઘટના પર ટાટા મોટર્સ કંપનીનું નિવેદન આવ્યું છે. ટાટા મોટર્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઘટનાના તથ્યો જાણવા માટે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે તપાસ પછી વિગતો શેર કરશે. અમે અમારા વાહનો અને તેમના વપરાશકર્તાઓની સલામતી માટે પ્રતિબદ્ધ છીએ. Tata Nexon EV વિશે વાત કરીએ તો, તે ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. ઇલેક્ટ્રિક કારમાં ઇલેક્ટ્રીક મોટર સાથે 30.2kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. તેની મોટર 129Bhp પાવર અને 245Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ છે. સંપૂર્ણ ચાર્જ પર, આ કાર 312 કિમીની રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક કારને ડીસી ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને માત્ર 60 મિનિટમાં 0 થી 80% સુધી ચાર્જ કરી શકાય છે. નિયમિત ચાર્જર સાથે, તે 8 કલાકમાં 20 થી 100% સુધી ચાર્જ થઈ શકે છે. ટાટા મોટર્સે તાજેતરમાં ભારતમાં નેક્સોન ઇવી મેક્સ પણ લોન્ચ કર્યું છે જે એક મોટી બેટરી પેક મેળવે છે, વધુ પાવર અને ટોર્ક વિકસાવે છે અને એક ચાર્જ પર 437 કિમીની રેન્જ આપવાનો દાવો કરવામાં આવે છે.

Shah Jina