સાસરીની ડેલીએ પગ મુક્ત જ દુલ્હનની થઇ મોત, લગ્નના થોડા જ કલાક બાદ ઉઠી અર્થી, જાણો સમગ્ર મામલો

સાત જન્મો સુધી સાથ નિભાવવાના વાયદો કર્યો અને થોડા જ કલાકમાં છૂટ્યો સાથ, ડોલીથી ઉતરતા જ દુલ્હનની રાહ જોઇ રહી હતી અર્થી

બિહારના નાલંદાના સોહસરાય થાના ક્ષેત્રના બંધુ બજારથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. બંધુ બજારના નિવાસી મનોજ પંડિતના પુત્ર વિકાસના સોમવારે લગ્ન થયા હતા અને આજે સવારે દુલ્હન સાસરે પહોંચી, પરંતુ તેણે દહેલીઝ પર જ દમ તોડી દીધો. જયારે દુલ્હનની મોત થવાથી બંને પરિવારમાં કોહરામ મચી ગયો છે.

નવાદા નિવાસી ગોપાલ પંડિતની પુત્રી આરતી સાથે બિહારશરીફ સોહસરાય બંધુ બજાર નિવાસી મનોજ પંડિતના પુત્ર વિકાસ સાથે લગ્ન હતા. બધુ જ ઠીક ચાલી રહ્યુ હતુ, વિકાસ તેની દુલ્હનને વિદાય કરી લઇને આવ્યો હતો અને તે બાદ દુલ્હનને ગાડીમાંથી નીચે ઉતારવાની રસ્મ ચાલી રહી હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો.

દુલ્હન અચાનક ગાડીમાંથી ઉતરી અને તેની તબિયત બગડવા લાગી હતી. ઉતાવળમાં સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવી અને ડોક્ટરોએ ત્યાં તેને મૃત ઘોષિત કરી દીધી. આ વચ્ચે તેનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો, જે નેગેટિવ આવ્યો.

આરતીના ભાઇ અનુસાર, રાતથી તેને પેટમાં દુખાવો અને ઉલ્ટી થતી હતી. લગ્નને કારણે કોઇએ વિશેષ ધ્યાન આપ્યુ નહિ અને સાસરે પહોંચતા જ તેની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ. જે બાદ તેની મોત થઇ ગઇ. મોતની ખબર સાંભળતા જ બંને પરિવારમાં કોહરામ મચી ગયો અને દીકરીની ડોલીમાં વિદાય થવાના થોડા જ કલાકોમાં તેની અર્થી ઉઠી.

Shah Jina