આ સુંદર પરિણીતા લગ્ન કરીને આધેડ સાથે ભાગી ગઈ, સુંદરતા જોઈને ભલભલા મોહિત થઇ જાય, જાણો સમગ્ર મેટર
ઘણીવાર દેશભરમાંથી એવા એવા કિસ્સાઓ સામે આવે છે, જે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. ઘણીવાર લગ્ન બાદ પણ પતિ અથવા પત્ની બહાર અફેર કરતા હોય છે અને પછી પ્રેમી-પ્રેમિકા સાથે ભાગી પણ જતા હોય છે. ત્યારે હાલમાં બિહારના પટનામાં લગ્નના ત્રીજા દિવસે એક દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની ખબર સામે આવી છે. આ
દુલ્હનનો બોયફ્રેન્ડ પહેલેથી જ પરિણીત છે અને તેના ત્રણ બાળકો પણ છે.
પિતાએ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો, અને બાદમાં પોલીસે શોધ કરી કન્યાને પકડી લીધી હતી. પોલીસ સ્ટેશનમાં યુવતિએ કહ્યું કે તે પ્રેમી, તેની પત્ની અને તેમના ત્રણ બાળકો સાથે રહેવા માંગે છે. જે બાદ પોલીસે તેને તેના પ્રેમી સાથે જવા દીધી હતી. આ મામલો પટના અને જમુઈ સાથે સંબંધિત છે. જમુઇના લક્ષ્મીપુર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના પિતાએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો.
યુવતીના પરિવારજનોએ ખૈરા વિસ્તારના વીરેન્દ્ર દાસ પર તેનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કેસ નોંધ્યા પછી, પોલીસે કાર્યવાહી કરી અને મહિલાને પકડી પાડી. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી અંજલી કુમારીના લગ્ન પટનાના એક યુવક સાથે થયા હતા. પરંતુ લગ્નના ત્રણ દિવસ બાદ જ અંજલિ તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી, જેના પછી તેના પિતાએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અંજલિનો પ્રેમી વીરેન્દ્ર દાસ ત્રણ બાળકોનો પિતા છે.
તેણે જણાવ્યું કે તેના અપહરણની વાત ખોટી છે. તે પોતાની મરજીથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. અંજલિએ જણાવ્યું કે, તેનs વીરેન્દ્ર સાથે છેલ્લા અઢી વર્ષથી પ્રેમ સંબંધ હતો. તેનો પ્રેમી પરિણીત છે તેનાથી તેને કોઈ વાંધો નથી, તે તેના લગ્નની વિરુદ્ધ હતી, પરંતુ તેમ છતાં પરિવારના સભ્યોએ તેના લગ્ન કરાવી દીધા. આનાથી દુઃખી થઈને અંજલિએ લગ્નના ત્રણ દિવસ બાદ તેના પ્રેમીને તેના સાસરે બોલાવ્યો અને તેની સાથે ભાગી ગઈ. જણાવી દઇએ કે, આ કિસ્સો એપ્રિલ 2022નો છે.