સુરતની હોસ્પિટલમાં મહિલા નર્સે એબોર્શન બાદ નવજાતને બિલ્ડીંગમાંથી નીચે ફેંક્યું, ઘટના થઇ CCTVમાં કેદ, નર્સની ધરપકડ, જુઓ વીડિયો

હોસ્પિટલની અગાશી પરથી મહિલા નર્સે બાળકને ફેંક્યું નીચે, મૃત હાલતમાં મળી આવતા ચાલી હતી તપાસ, હવે CCTV ફૂટેજના આધારે ઝડપાઇ નર્સ.. રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

ભ્રુણ હત્યા કરવી એ ગુન્હો માનવામાં આવે છે. છતાં આપણા દેશમાં ઘણીવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલીય હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર ગર્ભની તપાસ કરવામાં આવતા અને દીકરો કે દીકરી હોવાનું ચેક કર્યા બાદ જો દીકરી હોય તો તેની ભ્રુણ હત્યા કરી દેવામાં આવતી હોવાના મામલા પણ સામે આવતા રહે છે. ત્યારે હાલ સુરતમાંથી સામે આવેલા એક વીડિયોના કારણે ચકચારી મચી ગઈ હતી.

સુરતના લીંબાયત વિસ્તારની અંદર ખાદી કિનારે એક ટાઇલ્સનો વેસ્ટેજ રૂમ આવેલો છે, જ્યાં બે દિવસ પહેલા જ એક તાજું જન્મેલું નવજાત બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. ત્યારે આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. જેના બાદ હવે ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. જેમાં શિખા હોસ્પિટલની નર્સ અંજુસિંહ દ્વારા આ બાળકને હોસ્પિટલમાંથી જ નીચે ફેંકી દેવાની હકીકત સામે આવી છે.

આ સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી અને જેનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પોલીસે આ મામલે નર્સ અંજુ સિંહની ધરપકડ પણ કરી લીધી છે અને તેની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી નર્સને કોર્ટમાં પણ રજૂ કરી હતી જેના બાદ કોર્ટ દ્વારા મહિલાના 7 દિવસના રિમાન્ડ પણ મજુર કરવામાં આવ્યા છે. પોલીસે હવે આ સમગ્ર મામલામાં ડોક્ટરની સંડોવણી છે કે નહિ તે અંગે પણ તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં આ મામલે સામે આવ્યું છે કે શિખા હોસ્પિટલમાં કામ કરતી નર્સ અંજુસિંહ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે બે દિવસ પહેલા જ એક મહારાષ્ટ્રીયન પરિવાર આવ્યો હતો જેમનું તેને એબોર્શન કર્યું હતું. જેમાં બાળક મૃત જન્મતા તેમના માતા પિતાની સંમતિથી તેને અગાશી પરથી નીચે ફેંકી દેવામાં આવ્યું હતું.

ત્યારે આ મામલે એ પણ સામે આવ્યું છે કે શિખા હોસ્પિટલમાં એક મહારાષ્ટ્રીય કપલ એબોર્શન કરાવવા માટે આવ્યું હતું. જેમને ત્યાંની નર્સ અંજુસિંહને વિશ્વાસમાં લઈને તેની પાસે જ એબોર્શન કરાવ્યું હતું. એબોર્શન બાદ તેમને બાળકને નર્સ પાસે જ ફેંકાવ્યુ. નર્સ દ્વારા પોલીસને તે યુવક અને યુવતીને ઓળખતી ના હોવાનું પણ જણાવ્યું. પોલીસ પાસે હાલ આ દંપતી મહારાષ્ટ્રનુ હોવાનું જ માહિતી છે. જેને આધારે અજાણ્યા માતા પિતા વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel