ખબર

વિશ્વનો આ દેશ થયો કોરોના મુક્ત, પ્રધાનમંત્રીએ હટાવ્યા બધા પ્રતિબંધ

આજે કહી દુનિયા કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહી છે. ત્યારે કોરોના સામે ન્યુઝીલેન્ડ જીત મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડ હવે સંપૂર્ણપણે કોરોનાથી મુક્ત થઇ ગયું છે. સરકારે નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે, ન્યુઝીલેન્ડમાં એક પણ કોરોના વાયરસનો એક્ટિવ કેસ નથી.

Image source

આ કારણે બધા જ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડની સતર્કતાને કારણે તે લેવલ-1માં પહોંચી ગયું છે. જે દેશની એલર્ટ સિસ્ટમમાં સૌથી નીચા લેવલે છે.

Image source

નવા નિયમો મુજબ હવે ન્યુઝીલેન્ડમાં લોકોને સોશિયલ ડિસ્ટેંસીન્ગની કોઈ જરૂર નથી. પરંતુ દેશની સીમા હજુ પણ વિદેશીઓ માટે બંધ છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લા 2 અઠવાડિયામાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. પ્રધાનમંત્રી જેસિંડાએ મીડિયાને જણાવ્યું હતું કે, દેશ કોરોના વાયરસથી પુરી રીતે મુક્ત થઇ ચુક્યો છે. ત્યારે તે ખુશીથી નાચી ઉઠી હતી.

Image source

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,અમે એક સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયા છીએ. પરંતુ કોરોના વાયરસની પહેલાની સ્થિતિમાં પાછું ફરવું આસાન નથી. હવે પૂરું ફોક્સ સ્વાસ્થ્ય પ્રણાલીની બદલે આર્થિક વિકાસ પર રહેશે. વધુમાં કહ્યું હતું કે, અમારું કામ પૂરું નથી થયું. પરંતુ તેનાથી કોઈ ઇન્કાર ના કરી શકે કે આ એક શાનદાર ઉપલબ્ધી છે. આ સાથે જ જાહેર જનતાનો આભાર માન્યો હતો. ન્યુઝીલેન્ડમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું હવે બધા જ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા