મંદિરની બહાર ઉભું હતું નવું નક્કોર બુલેટ, અચાનક લાગી આગ અને પછી થયો બોમની જેમ ધમાકો, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

હાલ દેશભરમાં ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે આગ લાગવાની ઘણી ઘટનાઓ પણ સામે આવતી રહે છે, ઘણીવાર વાહનોમાં પણ આગ લાગી જાય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં મંદિરની બહાર ઉભેલા નવા નક્કોર બુલેટમાં પહેલા આગ લાગી અને પછી બોમની જેમ ફાટતા લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી.

ત્યારે હાલ રોયલ એનફિલ્ડ બુલેટમાં આગ લાગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આંધ્રપ્રદેશના અનંતપુરમાં સ્થિત કાસાપુરમ અંજનેય સ્વામી મંદિરની બહારનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી અનુસાર, બુલેટમાં આગ લાગ્યા બાદ બુલેટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આંધ્રપ્રદેશના અનંતપુરમાં કાસાપુરમ અંજનેય સ્વામી મંદિરમાં ઉગાદી નિમિત્તે સ્વામીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં નવા વર્ષ નિમિત્તે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, કર્ણાટકના મૈસુરના રહેવાસી રવિચંદ્ર પોતાની નવી રોયલ એનફિલ્ડ બુલેટમાં 387 કિમીની મુસાફરી કરીને આંધ્રપ્રદેશના અનંતપુરમાં આવેલા કાસાપુરમ અંજનેય સ્વામી મંદિર પહોંચ્યા હતા.

જ્યારે તે પૂજાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અચાનક બુલેટમાં આગ લાગી હતી. બુલેટમાં આગ લાગતા જ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. આ દરમિયાન બુલેટમાં જોરદાર વિસ્ફોટ પણ થયો હતો. તે જ સમયે બુલેટમાં આગને કારણે, નજીકમાં પાર્ક કરેલા અન્ય ઘણા વાહનોમાં પણ આગ લાગી હતી, જો કે તેને સમયસર કાબૂમાં લાવવામાં આવી હતી.

વાહનમાં આગ લાગવાનો આ પહેલો કિસ્સો નથી. થોડા દિવસો પહેલા ઓલાના ઈલેક્ટ્રીક સ્કૂટરમાં આગ લાગવાનો મામલો પણ સામે આવ્યો હતો. આ ઉપરાંત ચાલતા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સોશિયલ મીડિયા પર સામે આવતી રહે છે.

Niraj Patel