ખબર

નવા સંસદ ભવનનું આજે પ્રધાનમંત્રી મોદી કરશે ભૂમિ પૂજન, બે વર્ષમાં જ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થવાની સંભાવના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવામાં આવશે. આ શિલાન્યાસ કાર્યક્રમ આજે બપોરે 12:55 કલાકે શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ભુમી પૂજન અને શિલાન્યાસ બપોરે 1 વાગે કરશે. ત્યારબાદ બપોરે દોઢ કલાકે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે બે વાગે પ્રધાનમંત્રી સમરંભને સંબોધિત કરશે. આ પ્રસંગે લોક સભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહેશે.

Image Source

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નવું સંસદ ભવન 2022 સુધી તૈયાર થઇ જશે. નવા ભવનમાં લોકસભા સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભા સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લમેન્ટરી હોલમાં કુલ 1224 સભ્યો એકસાથે બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

નવા સંસદ ભવનની અંદર લોક સભા અને રાજ્ય સભાના કક્ષ ઉપરાંત એક ભવ્ય સંવિધાન કક્ષ પણ હશે, જેમાં ભારતની લોકતાંત્રિક વિરાસતને દર્શાવવા માટે અન્ય વસ્તુઓ સાથે સાથે સંવિધાનની મૂળ પ્રતિ, ડીઝીટલ ડિસ્પ્લે વગેરે હશે.

આ ૪ ફ્લોરનું બિલ્ડીંગ 64,500 વર્ગ મીટરમાં ફેલાશે અને એના ડેવલપમેન્ટ પાછળ આસપાસ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સંભાવના છે કે તેનું નિર્માણ કાર્ય ઑગસ્ટ 2022 એટલે કે દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસ સુધીમાં પૂર્ણ થઈ જશે.

– આ ન્યુ પાર્લામેન્ટ વાસ્તુ સિવાયના તમામ દ્રષ્ટિથી પણ સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુંદર બનાવવા અન્ય દેશોની સંસદનું નિરીક્ષણ કરીને આર્કિટેક્ટ્સે તેમની પાસેથી પ્રેરણા લીધી. આ બિલ્ડિંગનો ત્રિકોણાકાર પણ વાસ્તુ અનુસાર નક્કી કરવામાં આવ્યો છે. ભારતની સંસ્કૃતિમાં ત્રિકોણનું ઘણું મહત્વ છે. તે વૈદિક સંસ્કૃતિમાં પણ જોવા મળ્યું છે જેને ત્રિકોણ કહેવામાં આવે છે. અનેક પ્રકારના અનુષ્ઠાનો દરમિયાન પણ ત્રિકોણ આકૃતિ પણ દોરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ આકૃતિથી જ અનુષ્ઠાન પૂરું થાય છે.

આ બધું તો ઠીક પણ ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કેસ કોર્ટમાં અટકેલો હોવા છતાંય ‘આક્રમક ગતિથી આગળ વધવાના’ આરોપમાં ઠપકો આપ્યો હતો. પછી વધુમાં કોર્ટ કહ્યું હતું કે તમે શિલાન્ય કરી શકો છો, તમે પેપરવર્ક પણ આગળ વધારી શકો છો, પરંતુ કોઇ નિર્માણ કાર્ય કરી શકશો નહીં. એક પણ ઝાડ કાપી શકશો નહીં.