ભાણિયો કરી બેઠો તેની મામીને પ્રેમ, પછી મામાએ અડધી રાત્રે કર્યા 20 ટુકડા, રિક્ષામાં ભરીને નાખી આવ્યો કચરાના ઢગલામાં, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

ભાણેજને મામી સાથે હતા આડા સંબંધ, બેશરમ મામીને પણ બુદ્ધિ ન આવી? મામાને ખબર પડતા જ ભાણિયાને કાપી નાખ્યો, કર્યા 20 ટુકડા,રૂંવાડા ઉભા થઇ જશે

દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સતત સામે આવી રહ્યા છે, દિલ્હીમાં થયેલી શ્રદ્ધા હત્યાકાંડથી તો આખો દેશ હચમચી ઉઠ્યો હતો, જેમાં શ્રદ્ધાની લાશના ટુકડા કરીને તેનો પ્રેમી તેને જંગલમાં નાખો આવ્યો હતો. ત્યાર બાદ પણ આવા ઘણા મામલાઓ સામે આવ્યા, હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં મામાએ પોતાના ભાણીયાની હત્યા કરી અને લાશના ટુકડા કચરાના ઢગલામાં નાખી દીધા.

આ મામલો સામે આવ્યો છે ગાઝિયાબાદથી. જ્યાં એક રીક્ષા ચાલકે પોતાની પત્નીના પ્રેમીની હત્યા કર્યા પછી, તેની લાશના 20 ટુકડા કર્યા, પછી તેને 4 બારદાનની થેલીઓમાં પેક કરીને કચરાના ઢગલામાં ફેંકી દીધા. શનિવારે સાંજે કચરાના ઢગલામાંથી શરીરના અંગો મળી આવ્યા હતા. ગુરુવારે રાત્રે રિક્ષાચાલકે તેને મારી નાખ્યો હતો. ગાઝિયાબાદ પોલીસે આ કેસમાં આરોપી રિક્ષાચાલક મિલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે.

મિલાલ તેની બીજી પત્ની પૂનમ અને ચાર બાળકો સાથે આદર્શ નગરમાં રહે છે. તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેનો ભાણિયો અક્ષય ગુરુવારે રાતથી ગુમ હતો, તે રાજસ્થાનના કોટપુતલીથી અહીં આવ્યો હતો. જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે તે જે મહિલાને તેનો ભાણિયો કહી રહી છે તે તેનો પ્રેમી છે. આ પછી જ્યારે પોલીસે તેના પતિ મિલાલની પૂછપરછ શરૂ કરી તો તેણે આખી હકીકત જણાવી.

મિલાલે કહ્યું કે અક્ષય અને પૂનમનું અફેર હતું, જેના કારણે તેની પુત્રી દાઝી ગઈ હતી, જે હોસ્પિટલમાં દાખલ છે. પુત્રી સાથે થયેલા અકસ્માતને કારણે તેણે અક્ષયને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. મિલાલે જણાવ્યું કે પૂનમને કહ્યા બાદ તેણે અક્ષયને રાજસ્થાનથી અહીં બોલાવ્યો હતો. ત્યારપછી જ્યારે પૂનમ દીકરીને જોવા માટે રાત્રે હોસ્પિટલ ગઈ ત્યારે તેણે અક્ષયનું ગળું કાપીને હત્યા કરી નાખી.

આ પછી તેના શરીરના 20 ટુકડા કરી ફોઇલમાં ભરીને ચાર બોરીઓમાં ભરી દેવામાં આવ્યા હતા. ઓટો રિક્ષામાં ચાર બોરીઓ મૂકીને ખાલી પડેલી જમીનમાં પડેલા કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. પૂછપરછ બાદ પોલીસે મિલાલ પાસેથી મળેલી માહિતીના આધારે કચરાના ઢગલાની તલાશી લેતા ત્રણ બોરીઓમાં મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. ધડ અને માથું ધરાવતો કોથળો મળ્યો ન હતો. આ પછી જેસીબીની મદદથી ચોથી બોરી પણ મળી આવી હતી. પોલીસે તમામ ટુકડાઓ મોર્ચરીમાં મોકલી આપ્યા છે.

Niraj Patel