સુરતના એરપોર્ટ પર શરૂ થયું બોલીવુડની આ ફિલ્મનું શૂટિંગ, અભિનેતા નીલ નીતિન મુકેશે કર્યું પ્લેન હાઇજેક કરવાનું દૃશ્ય, જુઓ એક્સલુઝીવ વીડિયો

બૉલીવુડ માટે ગુજરાત બન્યું શૂટિંગ માટેનું ખાસ સ્થળ, હવે સુરતમાં પણ આ ફિલ્મના જબરદસ્ત સીનનું થયું શૂટિંગ… જુઓ વીડિયો

Film Star Neil Nitin Mukesh In Surat :મનોરંજન માટે ફિલ્મો જોવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે અને ઘણા લોકો થિયેટરમાં પણ ફિલ્મો જોવા માટે જતા હોય છે. નિર્દેશકો પણ દર્શકોને પસંદ આવે તેવી અવનવી ફિલ્મોના નિર્માણ પણ કરતા હોય છે અને સારા સારા શૂટિંગ લોકેશન પણ શોધતા હોય છે. ત્યારે ફિલ્મ નિર્માતા (film maker) ઓ માટે ગુજરાત પણ એક શ્રેષ્ઠ લોકેશન છે.

“હિસાબ બરાબર” ફિલ્મનું શૂટિંગ:
ગુજરાતમાં ઘણી બધી બોલીવુડ (bollywood) ની ફિલ્મોના શૂટિંગ થયા છે. ત્યારે હાલમાં જ અન્ય એક બૉલીવુડ ફિલ્મનું શુટીંગ પણ ગુજરાતમાં શરૂ થયું છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા નીલ નીતિન મુકેશે (neil nitin mukesh) તેમની આવનારી ફિલ્મ “હિસાબ બરાબર”નું શૂટિંગ સુરત એરપોર્ટ પર કર્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પૂર્વ પરવાનગી બાદ મોડી રાત સુધી આ શૂટિંગ ચાલ્યું હતું.

સુરત એરપોર્ટ પર પ્લેન હાઇજેકનો સીન:
ફિલ્મ “હિસાબ બરાબર”માં એક સીન છે જેમાં ટર્મિનલ બિલ્ડીંગના એરાઇવલ એરિયામાં બૉમ્બ મુકવા અને વિમાન હાઇજેક કરવાનું દૃશ્ય બતાવવાનું હતું. આ દૃશ્ય સુરતના એપોર્ટ પર અભિનેતા નીલ નીતિન મુકેશે શૂટ કર્યું હતું. ત્યારે બૉલીવુડ અભિનેતાને અને ફિલ્મના શૂટિંગને જોવા માટે પણ સુરતવાસીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

આ રીતે થયું નક્કી લોકેશન:
ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર સાંજે 5 વાગ્યા બાદ કોઈ ફલાઇટની અવર જ્વર નથી હોતી, જેના કારણે બોલીવુડની નજર સુરત એરપોર્ટ પર પડી અને આ ફિલ્મના શૂટિંગ માટે પરફેક્ટ લોકેશન શોધી રહેલી ફિલ્મની ટીમે સુરત એરપોર્ટ નક્કી કર્યું. જેના બાદ ગત રોજ સુરત ખાતે આ શૂટિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાતી કલાકારોને મળ્યું ફિલ્મમાં સ્થાન:
આ શૂટિંગમાં એક ખાસ વાત એ પણ જોવા મળી કે શૂટિંગ માટે મુંબઈથી મોટો કાફલો લાવવાના બદલે ગુજરાતી રંગભૂમિના જ 30થી 40 કલાકારોને આ ફિલ્મના આ સીનમાં જોડવામાં આવ્યા અને અભિનેતા નીલ નીતિન મુકેશ સાથે તેમની પણ અભિનય કરવાની તક આપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સુરત એરપોર્ટ પર ફિલ્માવવામાં આવેલા આ સીનમાં એરપોર્ટ ટર્મિનલ પર બેગોનો ઢગલો પડ્યો છે અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બેગમાંથી બૉમ્બ શોધી રહી છે. તેમજ પ્લેન હાઇજેક કરવાનો પલાણ પણ નિષ્ફળ કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મના શૂટિંગ માટે એરપોર્ટ ઓથોરિટીએ સાંજે 5થી લઈને સવારે 5 વાગ્યા સુધી શૂટિંગની પરવાનગી આપી હતી.

Niraj Patel