ખુશખબરી: એશ્વર્યા અને નીલના 30 નવેમ્બરે થશે લગ્ન, તૈયારીઓ થઇ શરૂ, જુઓ બેચલર પાર્ટીની તસવીરો અને વીડિયો
હાલ તો ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની મોસમ ચાલી રહી છે. હાલમાં જ થોડા સમય પહેલા રાજકુમાર રાવ અને પત્રલેખાએ લગ્ન કર્યા છે અને ત્યાં હાલમાં અનુષ્કા રંજન અને આદિત્યએ પણ લગ્ન કર્યા અને હાલ તો બોલિવુડના ગલિયારાઓમાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે. ત્યારે ટીવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો, પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે પણ હવે વિક્કી જૈન સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે અને કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ પણ હાલમાં જ લગ્ન કર્યા છે ત્યારે હવે વધુ એક ટીવી કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. આ કપલ છે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા.
નીલ અને ઐશ્વર્યા લોકપ્રિય ટીવી શો ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’માં સાથે કામ કરે છે. આ શોમાં તે વિરાટ અને પાખીની ભૂમિકા ભજવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર ઐશ્વર્યા અને નીલ 30 નવેમ્બરે ઉજ્જૈનમાં સાત ફેરા લેશે. ઐશ્વર્યા અને નીલના લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીએ તાજેતરમાં તેની બેચલરેટ પાર્ટીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા અને નીલના લગ્નનું રિસેપ્શન 2 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે, જેમાં તેમના મિત્રો સિવાય ટીવી ઈન્ડસ્ટ્રીના લોકો પણ હાજરી આપશે. ઐશ્વર્યા અને નીલની પહેલી મુલાકાત ટીવી શો ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. તેના થોડા સમય પછી, તેઓએ તેમના સંબંધોને ઓફિશિયલ કરી દીધા.
નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની આ વર્ષે જાન્યુઆરીમાં રોકા સેરેમની યોજાઇ હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. થોડા સમય પહેલા ઐશ્વર્યાએ તેના હાથ પર નીલના નામનું ટેટૂ કરાવ્યું હતું. નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા વાસ્તવિક જીવનમાં લગ્ન કરવા માટે તૈયાર છે. એશ્વર્યાએ જે બેચલર પાર્ટીનો વીડિયો શેર કર્યો છે, તેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. આ શેર કરતા તેણે લખ્યુ, ‘તે અનપેક્ષિત હતું અને આ અદ્ભુત સરપ્રાઈઝ માટે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, મને ખૂબ મજા આવી અને તમે મારો ખુશ ચહેરો જોઈ શકો છો.’
ઇટાઇમ્સના અહેવાલ મુજબ, નીલ અને ઐશ્વર્યા 2 ડિસેમ્બરે મુંબઈમાં તેમના ટીવી મિત્રો અને પરિચિતો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે બંનેએ થોડા મહિના પહેલા તેમની રોકા સેરેમનીની તસવીરો શેર કરીને તેમના સંબંધોની ઓફિશિયલ જાહેરાત કરી હતી. બંને કલાકારો ટીવી શો ગુમ હે કિસી કે પ્યાર મેં ના સેટ પર મળ્યા હતા અને અહીં જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
નીલ આ શોમાં એક પોલિસની ભૂમિકા ભજવે છે, જ્યારે ઐશ્વર્યા તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવે છે, જેણે શોમાં નીલના ભાઈ સાથે લગ્ન કર્યા છે. આ કપલે લગભગ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને, આ લોકોએ ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. ત્યારથી, ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે આ રીલ લાઇફ પ્રેમીઓ વાસ્તવિક જીવનમાં ક્યારે પતિ-પત્ની બનશે.
ચાહકોની આ રાહ હવે પૂરી થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કપલના લગ્નની તારીખ પણ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 30 નવેમ્બરે નીલ અને ઐશ્વર્યા હંમેશા માટે એકબીજાની સાથે રહેશે. એટલું જ નહીં પરંતુ ટીવીનું ક્યૂટ કપલ ગણાતા આ સ્ટાર્સે પણ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, બંને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના માટે બંને જલ્દી જ મુંબઈથી રવાના થશે.
આ કપલ લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર 2 ડિસેમ્બરે આ સ્ટાર કપલ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપશે. જેમાં ટીવી જગતના ઘણા સેલેબ્સ સામેલ થશે.
View this post on Instagram
આ દરમિયાન ઐશ્વર્યા શર્માએ ગઈકાલે રાત્રે તેના ખાસ મિત્રો સાથે બેચલર પાર્ટી કરી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. વાયરલ ફોટો-વિડિયોમાં ઐશ્વર્યા મિત્રો સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી અને કેક કટિંગ પણ કરતી હતી.
View this post on Instagram