નેહા કક્કડે રસ્તે ચાલતા પતિ રોહનપ્રિત સિંહને મારી થપ્પડ, વીડિયો જોઈને લોકો પણ પડી ગયા આશ્ચર્યમાં

બોલીવુડની જાણતી ગાયિકા નેહા કક્ક્ડ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી જ રહે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં આવવાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે.

હાલમાં નેહાએ એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોની અંદર તેની સાથે તેનો પતિ રોહનપ્રિત સિંહ નજર આવી રહ્યો છે અને નેહા રસ્તામાં ચાલતા ચલતા જ પતિ રોહનપ્રિતને થપ્પડ પણ મારી દે છે.

વીડિયોમાં નેહા રોહનને થપ્પડ મારે છે એ જોઈને ઘણા લોકોના મનમાં એ સવાલ પણ થતો હશે કે શું બંને વચ્ચે સંબંધો બગડી ગયા છે ? શું બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે ?  પરંતુ આ વીડિયો જયારે તમે આખો જોશો ત્યારે તમને હકીકત માલુમ પડી જ જવાની છે.

નેહા અને રોહન બંને ખુબ જ રોમાન્ટિક કપલ છે.  આ વીડિયોમાં પણ તે ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે. નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ પોસ્ટ કરી છે. જેમાં બંને એક ગીત ઉપર અભિનય કરી રહ્યા છે અને મજેદાર રિએક્શન પણ આપી રહ્યા છે.

વીડિયોની અંદર નેહા પહેલા રોહનથી નારાજ જોવા મળી રહી છે. ત્યારબાદ બંને એક ગીત ઉપર ઝુમતા નજર આવે છે, નેહા અને રોહનની ક્યૂટ લડાઈ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. અને ચાહકો તેના ઉપર ઢગલાબંધ કોમેન્ટ અને લાઈક પણ કરી રહ્યા છે. નેહાએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. અને તેના દ્વારા તે પોતાના નવા ગીતનું પ્રમોશન કરી રહ્યા છે.

આ વીડિયો ઉપર રોહને પણ કોમેન્ટ કરી છે અને તેને લખ્યું છે કે, “હું બધી જ જનતાને પૂછવા  માંગુ છું કે શું ઘરવાળી પોતાના ઘરવાળાને આવી રીતે મારે છે ? શું દરેક ઘરવાળાની કિસ્મતમાં માર ખાવાનો લખાયેલો છે ?” રોહનની આ ફની કોમેન્ટને પણ લોકો લાઈક કરી રહ્યા છે અને તેને પણ રીપ્લાય આપી રહ્યા છે.

Niraj Patel