મનોરંજન

નેહા કક્કડ અને રોહનપ્રીતે આપી સલમાન ખાનને ટક્કર, “આંખો કી ગુસ્તાખિયા”માં જોવા મળ્યો ખાસ અંદાજ

બોલીવુડની ખ્યાતનામ ગાયિકા નેહા કક્ક્ડ પંજાબી સિંગર રોહનપ્રિત સાથે લગ્નના બંધનમાં બધાઈ ગઈ છે. ત્યારે આ કપલ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. તેમની તસવીરો પણ ખુબ જ વાયરલ થાય છે, ત્યારે આ દરમિયાન જ એક ગીતની અંદર તે બંનેનો અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

નેહા અને રોહન લગ્નના બંધનમાં બંધાયા બાદ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવે છે. શનિવારના રોજ નેહા અને રોહન બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે નેહા અને રોહન બંને “હેમ દિલ દે ચુકે સનમ”માં જે સલમાન ખાન અને ઐશ્વર્યાએ “આંખો કી ગુસ્તાખિયા” ગીત ઉપર જે રોમૅન્ટિક સીન આપ્યા હતા, તેના ઉપર હવે રોહન અને નેહાનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.

રોહને આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “હાય, લવ યુ ક્વિન નેહા કક્ક્ડ”. આ વીડિયોની અંદર નેહા કક્કડ સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

વીડિયોમાં જોઈ શકાય છે કે રોહનપ્રિત સિંહ પહેલા ગીતની શરૂઆત કરે છે ત્યારબાદ નેહા પણ તેનો સાથ આપવા લાગે છે. બંનેનો મનમોહક અવાજ ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

નેહા અને રોહનના આ ક્યૂટ વીડિયોની ચાહકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે અને ભરપૂર કોમેન્ટ કરીને પ્રતિક્રિયાઓ આપી રહ્યં છે. નેહા અને રોહન બંને પોતાના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે.