જે શોમાંથી નીકળી ગઈ એ જ શોની છે જજ, 3 BHKમાં રહે છે અને ચલાવે છે Audi-BMW જેવી લક્ઝુરિયસ કરોડોની મોંઘી ગાડીઓ

રિમિક્સ સોંગ ‘દીલબર દીલબર….’ અને ‘સાકી સાકી….’ તેમજ ‘દીલ કો કરાર આયા….’ થી લઈને ઘણા બધા સુપર હિટ ગીતો (Superhit Song)દ્વારા જાણીતી થયેલી સિંગર નેહા કક્કર (Neha kakkar)આજે બોલિવૂડની હાર્ટ થ્રોબ ગણાય છે તે ઘણું સ્ટ્રગલ કરીને આ સ્થાને પહોંચી છે. સફળ થયેલી નેહા કક્કરને આજે કોણ નથી ઓળખતું? ઘણા સંઘર્ષ બાદ તે આજે બોલિવૂડમાં એક સફળ પ્લેબેક સિંગર તરીકે ઓળખાય છે.

તેના ફેન્સ તેણીને સેલ્ફી ક્વીન તરીકે જાણીતી છે. નેહાએ વર્ષ 2006માં રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 2’માં એક સામાન્ય સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને તે આ શોમાં જીતી શીક નહોતી. પરંતુ તેણે એખ ગાયક તરીકે આગળ વધવાનું નક્કી કરી લીધું જ હતું અને તેણે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો અને આજે તે ફિલ્મો માટે મહત્વના પ્લેબેક કરી રહી છે. ત્યારે આજે નેહાના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…

આ સમયે બોલિવુડની લગભગ દર ચોથી ફિલ્મમાં નેહા કક્કડના ગીત જરૂર હોય છે. ત્યાં નેહા કક્કર રિયાલીટી શોમાં એક જજ તરીકે પણ ખૂબ કમાણી કરે છે. નેહાની નેટવર્થ 33 કરોડ રૂપિયા આસપાસ છે. એક ગીત માટે નેહા લગભગ 25 લાખ ચાર્જ કરે છે. આ હિસાબે જો જોવા જઇએ તો નેહા વર્ષની 30 કરોડ આસપાસ કમાણી કરી લે છે. ફિલ્મોમાં ગીત સિવાય નેહા સ્ટેજ શોથી પણ ઘણી કમાણી કરે છે.

ખૂબ જ સંઘર્ષ કરીને લોકો વચ્ચે લોકપ્રિય થઈને સેલેબ્રીટી બનેલી નેહા કક્ક્ડનો જન્મ 6 જૂન 1988ના રોજ થયો હતો. આજે આખી દુનિયા તેના ગીતોના તાલે ઝૂમે છે જયારે એક સમય હતો કે એ માતાજીના જગરાતામાં ગીતો ગાતી હતી.

એક સમયે ઇન્ડિયન આઇડલ શોમાં પ્રતિસ્પર્ધી રહી ચુકેલી નેહા કક્કર આજે એ જ શોની જજ છે. તે સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં પણ જજ રહી ચૂકી છે. ઋષિકેશથી મુંબઈ સુધીની સફર નક્કી કરનારી નેહા કક્કરનું જીવન સંઘર્ષથી ભર્યું રહ્યું છે. નેહા કક્કડ ઋષિકેશ, ઉત્તરાખંડની રહેવાસી છે. ઋષિકેશની જે સ્કૂલમાં નેહા ભણતી હતી એ જ સ્કૂલની બહાર તેના પિતા સમોસા વેચવાનું કામ કરતા હતા.

નેહા એકદમ સામાન્ય પરિવારમાં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ન હતા. માતાજીના જગરાતામાં ભજનો ગાઈને નેહાએ પોતાના અવાજને નીખાર્યો હતો. અહીં જ તેની પ્રાથમિક તાલીમ થઇ હતી. નેહાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વાતને લઈને તેને સ્કૂલના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહાએ ક્યારેય પણ પોતાનું મનોબળને પડવાં દીધું ન હતું. પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનતના બળે નેહાએ આજે આ મુકામ મેળવ્યો છે.

નેહાએ 4 વર્ષની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. 2006માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશનના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી. નેહાએ તેની કરિયરની શરૂઆત ઇન્ડિયન આઇડલ શોની સેકન્ડ સિઝન સાથે કરી હતી.

એ સમયે નેહા ફક્ત 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. સંજોગોવસાત નેહા ‘ઇન્ડિયન આઇડોલ -2’ (2006) માં વધુ આગળ વધી શકી ન હતી. બોલિવૂડની હાલની સફળ ગાયિકા નેહા કક્કડે પોતે ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી. પણ અહીં સુધી પહોંચવાનો જે રસ્તો હતો એ ખૂબ જ મુશ્કેલી ભર્યો રહ્યો છે.

હાલમાં નેહા હાલ વર્સોવા સ્થિત 3 બી.એચ.કે. ઍપાર્ટમેન્ટમાં રહે છે જેની કિંમત 1.2 કરોડ રૂપિયા છે. નેહા આજે બોલિવૂડની ટોચની અને સૌથી મોંઘી ગાયિકાઓમાની એક છે. નેહા એક ગીત ગાવા માટે 10થી 15 લાખ લઈ રહી છે. જો તેને કોઈ ફિલ્મ અથવા પ્રોજેક્ટમાં ગીત કમ્પોઝ કરવાનું કહેવામા આવે તો તે 2 થી 3 લાખ રૂપિયાનો માત્ર મહિનાનો ચાર્જ લે છે.

નેહાએ સૌથી પહેલા મિટ બ્રધર્સના સંગીતવાળું પોતાનું એક આલ્બમ બોન્સ કર્યું હતું, નેહા-ધ રોકસ્ટાર, એ પછી તેને શાહરુખ ખાન માટે પોતે એક ગીત બનાવ્યું અને યુટ્યુબ પર મૂક્યું જે ખૂબ જ વાયરલ થયું અને એ પછી એ લોકોમાં પ્રખ્યાત થવા લાગી હતી. તે શાહરુખ ખાનની ચાહક છે. તેને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ માટે ગીતો ગાય છે, પણ તેની ઈચ્છા છે કે તે માધુરી દીક્ષિત માટે ગીત ગાય.

નેહા જયારે ઇન્ડિયન આઈડલમાંથી બહાર થઇ એ પછી તેને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેને પોતાના કેટલાક ગીતો પણ રિલીઝ કર્યા અને તે સ્ટુડિયોના ધક્કા પણ ખાતી અને સ્ક્રેચ રેકોર્ડ પણ કર્યા એ પછી તેને સચિન-જીગન માટે સેકેન્ડ હેન્ડ જવાની ગીત ગાયું જે તેના માટે મોટો બ્રેક બની ગયું અને પછી યારિયા ફિલ્મનું બ્લુ હૈ પાણી પાણી ગીતથી તેને સફળતા મળી.

જો વાત આપણે નેહાની નેટવર્થની કરીએ તો જી મેગેઝિન મીડિયાના જણાવ્યા પ્રમાણે, નેહાની નેટવર્થ 51.80 કરોડ છે. નેહા પાસે તેની 8 કાર છે. આમાં ઓડી ક્યૂ 7 (67.76 મિલિયન), રેન્જ રોવર (49.10-64.65 લાખ) અને બીએમડબલ્યુ જેવી કારનો સમાવેશ થાય છે. નેહાએ મર્સિડીઝ-બેન્ઝ જીએલએસ 350ની ખરીદી કરી હતી. તેમની નવી કારની કિંમત 95.72 લાખ છે.

YC