IIFAમાં ગ્રીન કાર્પેટ પર છવાયો સિંગર નેહા કક્કરનો જાદુ, લાલ કલરના થાઈ હાઈ સ્લીટ શિમરી ગાઉનમાં દેખાયો દિલકશ અંદાજ

ફિટેડ લાલ શિમરી ગાઉનમાં દેખાયુ નેહા કક્કરનું વધેલું વજન, ટ્રોલર્સ બોલ્યા- આ પાક્કું પ્રગ્નેન્ટ છે…

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર તેની ગાયકી અને લુક માટે જાણીતી છે. તે અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે અને આ વખતે પણ તેણે પોતાની નવી તસવીરોથી બધાને ચોંકાવી દીધા છે.

છેલ્લા ઘણા દિવસોથી સિંગર નેહા કક્કર પ્રેગ્નેન્ટ હોવાની ખબર ખુબ ચર્ચામાં ચાલી રહી છે. જો કે નેહા કક્કરે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે તેણે માત્ર થોડું વજન વધાર્યું છે. તે પ્રેગ્નેન્ટ નથી પરંતુ આ વખતે નેહા કક્કરની પ્રેગ્નન્સી અંગે યુઝર્સનો દાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા નેહા કક્કર પતિ રોહનપ્રીત સિંહ સાથે ‘IIFA એવોર્ડ 2022’માં હાજરી આપવા માટે અબુ ધાબી પહોંચી હતી.

આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે જે અત્યારે હેડલાઇન્સમાં છે. નેહા કક્કરનાં લુકની વાત કરીએ તો તેણે લાલ કલરનું થાઈ હાઈ સ્લિટ ચમકદાર ગાઉનમાં ખુબ જ હોટ દેખાઈ રહી હતી. આ ઓફ શોલ્ડર ગાઉનમાં પાછળ એક નાની વેલ પણ છે. નેહાએ સાટિન ગ્લોવ્ઝ પણ પહેરેલા છે. નેહા કક્કરે ગ્લોવ્સ પર હીરાથી બનેલ વીંટી સાથે બ્રેસલેટ પણ પહેર્યું છે. આ સાથે નેહા કક્કરે વાળ પર ક્રિમિંગ કરાવ્યું છે અને એક્સ્ટેંશન સાથે લંબાઈ વધારવામાં આવી છે.

નેહા કક્કરે હેવી મેકઅપ, મિનિમલ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે નેહાએ વાળમાં ક્રિમિંગ કરાવ્યું છે. સાથે તેને મેચ કરતા લાલ હાઈ હીલ્સ પહેરી છે. ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. નેહા કક્કરના આ ટાઈટ ડ્રેસમાં તેનું વધેલું વજન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પરંતુ નેહા કક્કર તેને સારી રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગ્રીન કાર્પેટ પર નેહા કક્કરના આ લુકે આકર્ષણ વધારી દીધું હતું. તેવામાં કેટલાક યુઝર્સ નેહા કક્કરનાં વધેલા વજન પર મજાક ઉડાવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે સિંગર પ્રગ્નેન્ટ છે. જોકે વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે નેહા કક્કરે પોતાના એક હાથથી પેટને છુપાવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કામની વાત કરીએ તો તાજેતરમાં નેહાનું ગીત લા લા લા રિલીઝ થયું છે. આ મ્યુઝિક વીડિયોમાં તેની સાથે રોહનપ્રીત છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો નેહાએ 24 ઓક્ટોબર 2020ના રોજ લગ્ન કર્યા હતા. કપલે દિલ્હીના ગુરુદ્વારામાં લાવાં ફેરા ફર્યા હતા.

Dhruvi Pandya