ખુબ જ દેશી અંદાજમાં ભેંસ દોહવા બેઠી નેહા કક્કર, કમ્મરમાં બાંધ્યો ગમછો, વીડિયો થયો વાયરલ

આ વિડીયો જોઈને ફેન્સ પેટ ભરીને વખાણ કરી રહ્યા છે તો અમુક લોકો કહી રહ્યા છે કે ઓવર એક્ટિંગની દુકાન છે આ તો…

લોકપ્રિય ગાયિકા નેહા કક્કર  તેના ગીતોને  લઈને હંમેશા ચર્ચામાં રહે છે, નેહાએ તેના અવાજનો જાદુ દુનિયાભરમાં ફેલાવ્યો છે. નેહાના ઘણા સિંગિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે,

સાથે જ નેહાના મજાક મસ્તી વાળા વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે, ત્યારે હાલમાં જ નેહા કક્કરનો દેશી અંદાજમાં ભેંસ દોહવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું  કે નેહાએ ગામઠી સ્ટાઇલમાં કમર ઉપર ગમછો બાંધ્યો છે, અને ભેંસનું દૂધ કાઢવા માટે જઈ રહી છે. આ દરમિયાન તે ખુબ જ ડરતી પણ જોવા મળી રહી છે. તે બેઠા બેઠા કહે છે કે, “આ મારશે !”

આ ઉપરાંત તે એમ પણ કહે છે કે “દૂધ કાઢતી વખતે ભેંસને પીડા તો નહિ થાય !” જેના બાદ ભેંસ દોહનાર વ્યક્તિ તેને દૂધ કાઢતા શીખવે છે. વીડિયોની અંદર છેલ્લે નેહા દૂધ  કાઢ્યા બાદ દૂધની ડોલ લઈને ભાગતી જોવા મળે છે.

નેહા કક્કરનો આ અલગ જ અંદાજ જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે. આ વીડિયોને જોઈને લોકો નેહાની પ્રસંશા પણ કરી રહ્યા છે. જો કે ઘણા લોકો નેહાને તેની ઓવર એક્ટિંગના શૂટિંગનો એક ભાગ પણ જણાવી રહ્યા છે. પરંતુ જે પણ હોય નેહાના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by nehakakkar (@nehakakkar.snaps)

નેહા કક્કરે આ વર્ષે જુલાઈ મહિનામાં એક નવો રેકોર્ડ બનાવ્યો. તેને ઇન્સ્ટાગ્રામ ઉપર 60 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 63.3 મિલિયન ફોલોઅર્સ છે. આ રીતે નેહા કક્કરે સૌથી વધારે એક ગાયિકા તરીકે ફોલોઅર્સ મેળવનાર પહેલી ભારતીય મ્યુઝિશિયન બની છે.

Niraj Patel