ખુશખબરી: નેહા કક્કર પણ પેટથી છે? PHOTOS જોઈને ફેન્સ થયા ખુશ

7 વર્ષ નાના પતિ સાથે શોપિંગ પર નીકળી અને એવું દેખાયું કે ફેન્સ બોલ્યા આ તો ગર્ભવતી….જુઓ PHOTOS

બોલિવુડ સિંગર નેહા કક્કરે ગયા વર્ષે જ રોહનપ્રિત સાથે લગ્ન કર્યા છે. નેહા અને રોહનપ્રિત બંને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને એકબીજા માટે પ્રેમ જાહેર કરતા રહે છે. હંમેશા કામમાં વ્યસ્ત રહેનાર નેહાએ ઇન્ડિયન આઇડલ 12થી છુટ્ટી લીધી છે. તે શોમાં નજર આવી રહી નથી.

નેહાને હાલમાં જ પતિ સાથે મુંબઇના બાંદ્રામાં શોપિંગ કરતી સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે લૂઝ ટી શર્ટ અને પેંટમાં જોવા મળી હતી. નેહા પતિનો હાથ પકડી ફરતી જોવા મળી હતી. નેહાએ બ્લેક કલરની લૂઝ ટી શર્ટ અને ટાઉઝર પહેર્યુ હતુ.

નેહાની આ તસવીરો જોયા બાદ ચાહકો ક્યાસ લગાવી રહ્યા છે કે કયાંક સિંગર પ્રેગ્નેટ તો નથી ને. નેહાની ચાલવાની રીત અને તેના લુક જોઇને ચાહકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું તે પ્રેગ્નેટ છે ? જો કે, હાલ તો નેહા કે રોહનપ્રિત તરફથી આવી કોઇ પણ પ્રકારની જાણકારી સામે આવી નથી. હવે આ ખબરમાં કેટલી હકિકત છે એ તો નેહા અને રોહનપ્રિત જ જણાવી શકે છે.

હાલમાં જ નેહાનો એક એરપોર્ટનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં નેહાનો લુક જોયા બાદ ચાહકો તેની પ્રેગ્નેંસીને લઇને સવાલ કરી રહ્યા છે. વીડિયોમાં રોહનપ્રિત નેહાને હાથ પકડીને લઇ જતા જોવા મળી રહ્યા છે.

નેહા આજકાલ સોશિયલ મીડિયા પર એવી તસવીરો શેર કરી રહી છે જેમાં તેનું પેટ કોઇના કોઇ વસ્તુથી કવર હોય. તે વધારે બેઠેલા પોઝમાં જ તસવીરો શેર કરી રહી છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ નેહાના ઇન્સ્ટાગ્રામ પર 60 મિલિયન ફોલોઅર્સ થયા છે, જેની ખુશી તેણે સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી.

Shah Jina