નેહા કક્કરના જન્મદિવસ પર અડધી રાત્રે પતિ રોહનપ્રીતે આપી ખાસ સરપ્રાઈઝ, જુઓ સેલિબ્રેશનની તસવીરો

બોલિવુડ સિંગર નેહા કક્કરે 6 જૂનના રોજ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ ખાસ અવસર પર રોહનપ્રીતે તેને ઘણા સરપ્રાઇઝ આપ્યા. નેહા કક્કરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો અને તસવીર શેર કરી છે. આ ઉપરાંત રોહનપ્રીતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે બંને ઘણા ખૂબસુરત જોવા મળી રહ્યા છે.

તસવીરોમાં તે બંને એકબીજાની એકદમ નજીક જોવા મળી રહ્યા છે. તે બંનેએ બ્લેક કલરના આઉટફિટ કેરી કર્યા છે. તેઓ કેમેરાની સામે પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરતા રોહનપ્રીતે એક કેપ્શન પણ લખ્યુ છે.

રોહનપ્રીતે લખ્યુ કે, મારા સાથે તમારો પહેલો જન્મદિવસ, કાશ હું તમને હજી પણ વધુ કંઇ આપી શકતો. જન્મદિવસ મુબારક મારુ જીવન, મારી ક્વિન. નેહા અને રોહનપ્રીત ઘણીવાર એકબીજા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. બંને વચ્ચેની બોન્ડિંગ પણ સરસ છે. ચાહકો પણ આ કપલને ઘણા પસંદ કરે છે.

રોહનપ્રીતે તેના સોશિયલ મીડિયા પર એક સેલ્ફી શેર કરી લખ્યુ કે, તમે મને બધી રીતે ખૂબ જ પ્રેમાળ લાગો છો હું પ્રોમિસ કરુ છુ કે તમને બધી ખુશી આપીશ. તમારો પતિ હોવા પર મને ગર્વ મહેસૂસ થાય છે. હું વાયદો કરુ છુ કે આપણા જીવનની હર એક મિનિટ હું તમને પ્રેમ કરીશ. જન્મદિવસ મુબારક મારો પ્રેમ. ઉમ્મીદ કરુ છુ કે આ વાંચીને તમારા ચહેરા પર સ્માઇલ આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)

તમને જણાવી દઇએ કે, નેહા કક્કરે 24 ઓક્ટોબરે રોહનપ્રીત સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન અને બીજી રસ્મોની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

બર્થ ડેના એક દિવસ પહેલા જ નેહા કક્કરે બર્થ ડે માટેની પોસ્ટ શેર કરી હતી. તેણે તસવીરો શેર કરી લખ્યું હતું કે, “આવતીકાલે 6 જૂને મારો જન્મદિવસ છે. હું એવું કહીશ કે હું ખૂબ એક્સાઇટેડ છું. જો કે, હું મારી હર બર્થ ડે માટે ઉત્સાહિત હોઉં છું. તમને ખબર છે કે હું જિંદગીને માણું છું, દરેક ક્ષણને જીવું છું, નાની-નાની વસ્તુઓમાં ખુશીઓ શોધું છું કારણ કે કોને ખબર છે કે જિંદગીમાં આગળ કયો વળાંક આવશે, ભવિષ્યમાં શું થશે કોઈને નથી ખબર. આજે છો તો આજે સારી રીતે જીવી લો.

નેહાએ વધુમાં લખ્યુ હતુ કે, તમે એક જ વાર જીવો છો તો જેવી રીતે રહી શકતા હો તેવી રીતે ખુશ રહો. તમારી જાત પ્રત્યે બહુ કઠોર ના રહેશો. ખુશ રહો અને ખુશીઓ વહેંચો. મારા નેહાર્ટ્સ કહે છે તેમ હેપી બર્થ ડે નેહુ.”

Shah Jina