બાળકને જન્મ આપ્યા પછી હોસ્પિટલમાંથી આવી નેહા ધુપિયાની કેટલીક ના જોયેલી તસવીરો, પતિના હોંઠ પર હોંઠ ચડાવીને…

ફેન્સ માટે ખુશખબરી: એક્ટ્રેસ નેહા અને તેનો પતિ એકબીજાને કિસ કરતા નજરે આવ્યા…ફેન્સ બોલ્યા હોસિટલમાં જ ચાલુ પડી ગયા

બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાએ હાલમાં જ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. નેહા  ધૂપિયાએ એક દીકરાને જન્મ આપ્યો છે.

હજુ તેના દીકરાની કોઈ તસવીરો સામે નથી આવી પરંતુ બીજી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના પતિ અંગદ બેદી સાથે હોસ્પિટલમાં રોમાન્ટિક થતી જોવા મળી રહી છે.

નેહાએ જુલાઈ મહિનામાં પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી અને હવે તેને બાળકને જન્મ આપ્યો છે. ત્યારે  નેહાના પતિ અંગદ બેદીએ બીજી વખત પિતા બનવાની ખુશી ચાહકો સાથે શેર કરી છે. અંગદ બેદીએ નેહા સાથેની તસવીર પોસ્ટ કરીને ચાહકો માટે ખુશી વ્યક્ત કરી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ હતી.

હાલમાં જે તસવીરો સામે આવી છે તેની અંદર નેહા અને તેનો પતિ અંગદ બંને ખુબ જ રોમનેટિક જોવા મળી રહ્યા છે. એક તસ્વીરની અંદર તે નેહાને હોઠ ઉપર કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન નેહા હોસ્પિટલના બેડ ઉપર છે અને નેહા તેમજ અંગદે પણ હોસ્પિટલના એપરન પહેર્યા છે.

તો બીજી એક તસવીરની અંદર નેહાના બેબી બમ્પ ઉપર હાથ મૂકી અને અંગદ નેહાના નાક ઉપર કિસ કરતોજોવા મળી રહ્યો છે. તેની આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરને અંગદ બેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ તસવીરો શેર કરવાની સાથે અંગદ બેદીએ સરસ મજાનું કેપશન પણ આપ્યું છે.

અંગદે કેપશન આપતા લખ્યું છે કે, “હું તારા બાળકનો પિતા છું, બધા માટે તારો આભાર મિસ બેદી. તે મને સંપૂર્ણ બનાવ્યો.” અંગદ બેદીએ એક બીજી તસ્વીર પણ શેર કરી છે. આ તસવીર પણ હોસ્પિટલની અંદરની છે. જેમાં નેહા અને ખખડાટ હસતા જોવા મળી રહ્યા છે. નેહા અને અંગદના ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત અભિનેત્રી સોહા અલી ખાને પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર નેહા ધૂપિયા સાથેની તસવીર શેર કરી છે. જેમાં તે નેહા ધૂપિયા સાથે હોસ્પિટલમાં જોવા મળી રહી છે. નેહા આ સમયે બેડ ઉપર સુઈ રહી છે.

તો સોહા અલી ખાન તેના બેડની પાછળ ઉભી રહી છે. આ પોસ્ટ શેર કરવાની સાથે તેને નેહાને શુભકામનાઓ પણ આપી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો નેહા ધૂપિયા ફિલ્મ ‘દેવી’માં જોવા મળી હતી જે શોર્ટ ફિલ્મ હતી.

હવે નેહા ‘એ થર્સડે’ અને ‘સનક’માં જોવા મળશે. સનકમાં વિદ્યુત જામવાલ મુખ્ય ભૂમિકામાં છે. બીજી બાજુ અંગદ બેદીની વાત કરીએ તો તેઓ છેલ્લે ‘ગુંજન સક્સેના’માં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ તેનો એક મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

Niraj Patel