બે મહિનામાં જ દાદી બનવા પર નીતુ કપૂરે કહી આવી વાત, જાણીને હેરાન રહી જશે આલિયા-રણબીર

છેલ્લા ઘણા સમયથી બોલીવુડની દુનિયામાંથી ઘણા ગુડ ન્યુઝ જાણવા મળી રહ્યા છે. જેમ કે કેટલાક કપલ લગ્નગ્રંથિથી જોડાયા તો કેટલાક કપલે પોતાનું રિલેશન જગજાહેર કર્યું તો કેટલાક કપલ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. એવામાં હવે આ લિસ્ટમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ શામિલ થઇ ગયા છે. આલિયાએ તાજેતરમાં જ લગ્નના ત્રણ મહિનામાં પોતાની ગર્ભાવસ્થાનું એલાન કર્યું છે. આલિયાએ આ સમાચાર સોશિયલ મીડિયા મારફતે લોકોને આપ્યા  છે અને સુંદર તસવીર પણ શેર કરી છે. આ ગુડ ન્યુઝ મળતા જ ચાહકોની સાથે સાથે બૉલીવુડ કલાકારોમાં પણ જાણે કે જશ્નનો માહોલ છવાઈ ગયો છે.આ સાથે જ નીતુ કપૂરે પણ આલિયાની ગર્ભાવસ્થા વિષે એવી વાત કહી કે જાણીને તમે પણ હેરાન રહી જશો.

નીતુ કપૂર તાજેતરમાં રિયાલિટી શોને જજ કરી રહી છે. શોના સેટની બહાર નીતુ કપૂર છત્રી લઈને જતી જોવા મળે છે ત્યારે પેપરાજીઓ તેમને આલિયા-રણબીરના ગુડ ન્યુઝ વિશે શુભકામના આપે છે. ત્યારે નીતુ કપૂર પૂછે છે કે શા માટે શુભકામનાઓ ? ત્યારે પેપરાજીઓ કહ્યું કે તમે દાદી બનાવના છો, આ સાંભળતા જ નીતુ કપૂર સ્માઈલ કરવા લાગે છે અને મીડિયા કર્મીઓએ તેમને કહ્યું કે, જુગ જુગ જિયો”. તો નીતુ કપૂરે પણ કહ્યું કે, ‘ના, હવે શમશેરા અને બ્રહ્માસ્ત્ર’. ત્યાર બાદ નીતુજી બધાને થેંક્યુ પણ કહે છે. સોશિયલ મીડિયા પર નીતુ કપૂરનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આલિયાની પ્રેગ્નેંસીની વાત કરીએ તો તેણે ઇન્સ્ટા પર બે તસ્વીરો શેર કરી છે. જેમાંની એક તસવીરમાં તે બેડ પર સુતેલી જોવા મળી રહી છે અને તેની સોનોગ્રાફી થઇ રહી છે, અને કોમ્પ્યુટર પર હાર્ટ ઈમોજી બનેલું છે. આલિયાની બાજુમાં રણબીર કપૂર પણ બેઠેલો છે, અને પોતાના બેબીને જોઈને બંનેની ખુશીનો તો પાર જ નથી રહ્યો.બીજી તસ્વીરમાં આલિયાએ બે સિંહ અને તેના બચ્ચાંની તસ્વીર શેર કરી છે, જેનો અર્થ એ છે કે આલિયા-રણબીર બે માંથી ત્રણ થવા જઈ રહ્યા છે.તસ્વીર શેર કરીને આલિયાએ કેપ્શનમા લખ્યું કે,”અમારું બેબી જલ્દી જ આવવાનું છે”.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ ગુડ ન્યુઝ પર ચાહકોની સાથે સાથે બોલીવુડ સેલેબ્સ પણ તેમને શુભકામના આપી રહ્યા છે.આલિયા-રણબીરના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા અને લગ્નનના 3 મહિનામાં આલિયાએ ગુડ ન્યુઝ આપ્યા છે.કપૂર પરિવારની સાથે સાથે ભટ્ટ પરિવારમાં પણ ખુશી છવાઈ ગઈ છે.આલિયાને પોતાની દીકરી માનતા એવા કરન જોહર પણ આ ગુડ ન્યૂઝથી ખુબ જ ખુશ થયા છે.

Krishna Patel