શું સાસુ નીતૂ કપૂર જાણતી ન હતી વહુ આલિયાની પ્રેગ્નેંસી જાહેરાત વિશે ? પેપરાજીએ આપી શુભકામના તો આવ્યુ એવું રિએક્શન કે…

નીતૂ કપૂરને ખબર ન હતી આલિયા ભટ્ટની પ્રેગ્નેંસી એનાઉન્સમેન્ટ વિશે, પેપરાજીના જણાવ્યા બાદ જુઓ તેમનું રિએક્શન

કપૂર પરિવાર અને ભટ્ટ પરિવારમાં આ સમયે જશ્નનો માહોલ છે. જશ્ન તો બને જ છે, આખરે પરિવારના લાડલા રણબીર અને આલિયા બેથી ત્રણ થવા જઇ રહ્યા છે. આલિયા ભટ્ટ પ્રેગ્નેટ છે અને એવામાં બધાની ખુશીનું ઠેકાણુ નથી. દાદી બનવા જઇ રહેલી નીતૂ કપૂર પણ જુનિયર કપૂરને લઇને ખૂબ જ એક્સાઇટેડ છે. રણબીર અને આલિયાના લગ્નથી સૌથી વધારે ખુશ તો નીતૂ કપૂર હતી અને હવે જ્યારે તે દાદી બનવા જઇ રહી છે તો વિચારો કે તે કેટલી વધુ ખુશ હશે. નીતૂ કપૂરને જ્યારે પેપરાજીએ પૂછ્યુ કે દાદી બનવાના છો કેવું લાગી રહ્યુ છે ? તો આ પર નીતૂ કપૂરે દિલ પર હાથ રાખી સ્માઇલ સાથે પોતાની ખુશી જાહેર કરી.

પેપરાજીઓએ નીતૂ કપૂરને ઘણી શુભકામનાઓ પણ આપી હતી. દાદી બનવાની ખબર પર નીતૂ કપૂરની ખુશી જોવાલાયક હતી. જતા જતા નીતૂ કપૂરે કહ્યુ- પૂરા ઇન્ડિયાને ખબર પડૂ કે હું દાદી બનવા જઇ રહી છું. ત્યારે પેપરાજીએ કહ્યુ કે, આલિયાજીને પોસ્ટ કરી દીધી. આ વાત પરથી એવું લાગી રહ્યુ હતુ કે આલિયાએ તેની પ્રેગ્નેંસી એનાઉન્સ કરી તેની નીતૂ કપૂરને જાણ ન હતી. જો કે, જે પણ હોય પરંતુ નીતૂ કપૂર રણબીર અને આલિયાના બાળકના આવવાને લઇને ઘણી ખુશ છે.રણબીરની બહેન અને આલિયાની નણંદ રિદ્ધિમા કપૂર પણ જુનિયર કપૂરના આવવાથી ઘણી ખુશ છે.

તેણે ભાભીની પ્રેગ્નેંસી પોસ્ટ પર ખુશી જાહેર કરતા હાર્ટ ઇમોજી શેર કર્યા હતા. આ ઉપરાંત તેણે ઇન્સ્ટા સ્ટોરી પર ફોટો પોસ્ટ કરી લખ્યુ- અમે ખૂબ એક્સાઇટેડ છીએ અને એક પરિવારની રીતે અમે જાણીએ છીએ કે તે બેસ્ટ પેરેન્ટ્સ બનશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આલિયા ભટ્ટે બે તસવીર શેર કરી ચાહકો સાથે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પહેલી તસવીરમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. તે સોનોગ્રાફી કરાવી રહી છે અને તેની સાથે રણબીર કપૂરની બેકસાઇડ પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

આ સાથે કોમ્પ્યુટર સ્ક્રીન પર હાર્ટ ઈમોજી બનાવવામાં આવ્યુ છે. બાળકને સ્ક્રીન પર જોયા બાદ આલિયાની ખુશીનો પાર રહ્યો નથી. જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે 14 એપ્રિલના રોજ ડ્રીમ વેડિંગ કર્યા હતા. કપલના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. આલિયાના વેડિંગ લૂકે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી. લગ્નના લગભગ 3 મહિના પછી આલિયાએ તેની પ્રેગ્નેંસીની ખુશખબર આપીને બધાને ખુશ કરી દીધા છે.

Shah Jina