દેશના ગોલ્ડન મેન નીરજ ચોપડાએ વિદેશની ધરતી ઉપર પણ દિલ જીત્યા, ઘરડા લોકો ચરણસ્પર્શ કરતો વીડિયો થયો વાયરલ, જુઓ

ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. નીરજની રમત ઉપરાંત તેનો વ્યવહાર અને તેની સાદગી પણ ચાહકોને પસંદ આવી રહી છે. પછી એ તેમનો હિન્દી પ્રત્યેનો લગાવ હોય કે પછી દેશના ધ્વજ પ્રત્યે આદરની ભાવના હોય. નીરજ દર વખતે પોતાની આદતોથી ચાહકોનું દિલ જીતે છે.

ફરી એકવાર નીરજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીરજ એક વૃદ્ધ ચાહકના ચરણસ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં નીરજ ચોપરા તેના કેટલાક ચાહકો સાથે વાત કરે છે અને તેમની સાથે ફોટો પડાવે છે. આ પછી તે જવાનું કહે છે અને વૃદ્ધ ચાહકના ચરણસ્પર્શ કરે છે. તેની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

નીરજ ચોપરાનો વાયરલ વીડિયો સ્કોથોમનો છે, જ્યાં તે જેવલિન થ્રો સ્પર્ધામાં ભાગ લેવા ગયો હતો. તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને સ્વીડનમાં ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેને વિશ્વાસ છે કે આ વર્ષે તે 90 મીટર દૂર બરછી ફેંકવાનો રેકોર્ડ ચોક્કસપણે હાંસલ કરશે. આ વીડિયોમાં કેટલાક ભારતીય ચાહકો મળે છે અને ફોટા પડાવે છે.

આ પછી તે તેના ચાહકોને કહે છે કે બસ તેની રાહ જોઈ રહી છે અને તેણે જવું પડશે. આ પછી, તે એક વૃદ્ધ ચાહકના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લે છે અને તેની બસ તરફ દોડે છે. આ પછી, વીડિયોમાં, એક ચાહકને એવું કહેતા સાંભળી શકાય છે કે નીરજ એક જમીન સાથે જોડાયેલીઓ માણસ છે.

નીરજ ચોપરા હાલ શાનદાર લયમાં છે અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેણે પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ બે વાર તોડ્યો છે. તેનું માનવું છે કે તે ટૂંક સમયમાં જ 90 મીટર દૂર બરછી ફેંકવાનો રેકોર્ડ હાંસલ કરશે. બરછી ફેંકમાં 90 મીટર દૂર બરછી ફેંકવી એ એક મોટી સિદ્ધિ ગણાય છે અને હાલમાં માત્ર થોડા જ ખેલાડીઓ છે જ આ અંતરે બરછી ફેંકવામાં સક્ષમ છે.

Niraj Patel