ખેલ જગત

નીરજ ચોપરા માટે RJ મલિસ્કાએ છોકરીઓ સાથે મળીને કર્યો ‘ઉડે જબ જબ જુલ્ફે તેરી’ પર ડાન્સ, જોઈને બસ શરમાતો રહ્યો ચેમ્પિયન

વધારે છેડ્યો તો નથી ને ? નીરજ ચોપડા સાથે ખુબ જ ડાન્સ કર્યા બાદ બોલી છોકરીઓ, શરમ થી થયા લાલ નીરજ- જુઓ વીડિયો

ટોક્યો ઓલમ્પિક 2021 નો ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરા સતત ચર્ચામાં રહેતો હોય છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલમ્પિક દેશ માટે એથ્લેટીક્સમાં પહેલો ગોલ્ડ જીતને  ઇતિહાસ રચી દીધો. 100 થી વધારે વર્ષના ઇતિહાસમાં ટ્રેક ફિલ્ડમાં આ ભારતનો પહેલો મેડલ છે.

નિરજે પુરુષોની ભાલા ફેક ફાઇનલમાં 87.58 મીટરનો સર્વ શ્રેષ્ઠ થ્રો કરીને આ ગોલ્ડ મેડલ જીત્યો. આ તેના છ થ્રોમાંથી બીજો હતો અને ભાલો પડે એ પહેલા જસ્ન મનાવી રહ્યો હતો .ટોક્યોથી પાછા આવ્યા પછી નીરજ આ દિવસોમાં સમ્માન સમારોહ અને ઇન્ટરવ્યુમાં ખુબ જ વ્યસ્ત હોય છે.

આ સમયમાં નીરજ ચોપરાનો રેડિયો જોકી મલિસ્કાની સાથેનો એક ઇન્ટરવ્યુ ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.આ વીડિયોને મલિસ્કાએ તેના ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.આ વીડિયોમાં મલિસ્કા અને કેટલીક યુવતીઓ નીરજ ચોપરાને ઈમ્પ્રેસ કરવા માટે તેના સામે ‘ઉડે જબ જબ જુલ્ફે તેરી’ ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે.

આ યુવતીઓને ડાન્સ કરતી જોઈ નીરજ ચોપરા હસી રહ્યો છે અને શરમાઈ રહ્યો છે. વીડિયોના અંતમાં મલિસ્કા કહે છે કે અમે તમને વધારે તો હેરાન નથી કર્યાને, આની પર નીરજ ‘થૅન્ક્યુ સો મચ’ કહીને ચાલ્યો જાય છે.

23 વર્ષનો નીરજ ચોપરા ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી છોકરીઓમાં ખુબ જ લોક પ્રિય બન્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન કેટલીય વાર ગર્લફ્રેન્ડ અને લગ્નને લઈને પણ સવાલો પૂછ્યા, પણ આ સવાલોએ જવાબ આપતી વખતે તે હંમેશા શરમાઈ જતા. ઓલમ્પિકની સફળતાની સાથે નિરજની સોશ્યિલ મીડિયા પર ફોલોઅર્સ પણ ઝડપથી વધી રહ્યા છે,જેમાં છોકરીઓની વધારે સંખ્યા છે.

ઇન્ટરવ્યુ દરમિયાન મલિસ્કા નીરજ જોડેથી  જાદુ કી ઝપ્પી માંગતી હતી, જેના પર એ કહે છે કે આમ  દૂરથી જ નમસ્તે. નીરજનો આ વિડિઓ પણ ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. ગર્લફ્રેન્ડ અને લગ્નના સવાલો પર નીરજ ચોપરાએ દરેક ઇન્ટરવ્યૂમાં એક જ જવાબ આપ્યો, તેણે કહ્યું કે તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી ને હમણાં કોઈ લગ્ન કરવાનો પણ કોઈ ઈરાદો નથી. તેનું પૂરો ફોકસ રમત અને આગળ આવનારી સ્પર્ધા ઉપર છે.

નીરજ ચોપરાનું કહેવું છે કે આ ખુબ સારી વાત છે કે તેને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે. આવનાર વર્ષ એશિયાઈ રમત અને વિશ્વ ચેમ્પિયન અને ફરી ઓલમ્પિકની તરફ લઇ જવાવાળી અન્ય ટુર્નામેન્ટો માટે મહત્વનું છે. એટલા માટે તે તેના રમત પર સારી રીતે ધ્યાન આપવા ઈચ્છે છે.