અભિનેત્રી નીના ગુપ્તા અને વિવિયન રિચાર્ડ્સના પ્રેમે હલાવી દીધી હતી દુનિયા, વગર લગ્ન કર્યે છોકરીને આપ્યો હતો જન્મ

લગ્ન વગર જ છોકરી પેદા થઇ, આખી દુનિયા આંખો ફાડી ફાડીને જોતી રહી ગઈ- રસપ્રદ સ્ટોરી

બોલિવૂડ સેલેબ્સ તેમની ભવ્ય જીવનશૈલી માટે જાણીતા છે તેની સાથે જ સેલેબ્સ તેમની રીયલ લાઈફમાં પણ તેમના ચાહકોને પ્રેરણા આપે છે. પરંતુ કયારેક ક્યારેક રીયલ લાઈફમાં સેલેબ્સ એવા નિર્ણય લઇ લે છે જે સામજ  વિરુદ્ધ હોય છે અને તેના કારણે તેમને ખુબ સાંભળવું પણ પડે છે.

તેવી જ એક ટેલેન્ટેડ અભિનેત્રી છે નીના ગુપ્તા. નીના ગુપ્તાની અભિનય બધાને જ ગમે છે. સિલ્વર પડદાની સાથે સાથે નીના ગુપ્તાની રીયલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી હતી ખાસ કરીને તેની લવ લાઈફ. નીના ગુપ્તાને વેસ્ટઇન્ડીઝના બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સ સાથે પ્રેમ થઇ ગયો હતો.

આ અફેર કોઈ જેવું તેવું અફેર હતું નહિ પરંતુ નીના ગુપ્તા અને વિવિયન રિચાર્ડ્સના પ્રેમની ચર્ચાએ પુરી દુનિયાને હલાવી નાખી હતી. નીના અને વિવિયને તેમના પ્રેમનો સ્વીકાર કર્યો પરંતુ ક્યારેય પણ તે પ્રેમને માન્યતા મળી નહિ. નીના ગુપ્તા અને વિવિયન રિચાર્ડ્સને એક છોકરી પણ થઇ હતી જેનું નામ મસાબા ગુપ્તા છે.

વિવિયન વગર નીના ગુપ્તાએ સિંગલ મધર બનીને આખી જિંદગી વિતાવી. નીના અને વિવિયન હાલ પણ બંને ઘણા સારા મિત્રો છે. તેની સાથે જ મસાબા ગુપ્તા પણ તેના પિતા વિવિયનને ઘણી વાર મળતી રહેતી હોય છે બંને વચ્ચે સારી એવી બોન્ડિંગ છે. નીના ગુપ્તાએ તેની છોકરીની દેખરેખ ખુબ સારી કરી છે. મસાબા એક ફેમસ ફેશન ડિઝાઈનર છે.

એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું કે સિંગલ મધર રીતે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો અને ડિલિવરી માટે 10,000 રૂપિયા પણ હતા નહિ. નીનાએ કહ્યું કે લગ્ન કરેલા માણસ જોડે સંબંધ રાખીને બહુ મોટી ભૂલ કરી હતી અને આવી ભૂલ કોઈએ ના કરવી જોઈએ.

આ બધી વસ્તુઓને સંભાળીને નીના ગુપ્તાએ એ વાતને સાબિત કરી દીધી કે જયારે પણ તેની લાઈફમાં મુસીબત આવી ત્યારે હંમેશા બધી મુસીબતોને સામનો કર્યો છે. પરંતુ આટલું બધું સહન કર્યા પછી નીના ગુપ્તાએ 49 વર્ષની ઉંમરએ વિવેક મેહરા જોડે લગ્ન કર્યા હતા.

Patel Meet