આ મંદિરમાં છે કુંવારાઓના દેવતા ! એકવાર દર્શન માત્રથી થઇ જાય છે લગ્ન, 50 વર્ષ જૂની પરંપરા

કુંવારાઓના દેવતાના દર્શન માત્રથી જ થઇ જાય છે લગ્ન ! નીમચના ‘બિલ્લમ બાઉજી’ બનાવી દે છે જોડી

આજ સુધી આપણે ઘણા દેવતાઓના નામ સાંભળ્યા છે, જે લોકોના દુઃખ દૂર કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા દેવતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કુવાંરાઓના દેવતા તરીકે ઓળખાય છે. મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના જાવદ નગરમાં સ્થિત ‘બિલ્લમ બાઉજી’ કુંવારાઓના દેવતા તરીકે ઓળખે છે.

દર વર્ષે રંગપંચમીના દિવસે શહેરના રહેવાસીઓ દ્વારા ધાર્મિક વિધિ મુજબ તેમની પૂજા કર્યા પછી તેમને વિરાજમાન કરવામાં આવે છે. લોકોનું કહેવુ છે કે અમે બિલ્લમ બાઉજીની મૂર્તિની સ્થાપના રંગ પંચમીના દિવસે કરીએ છીએ. બિલ્લમ બાઉજી 9 દિવસ રંગ તેરસ સુધી બિરાજે છે અને બાદમાં તેમને મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવે છે.

વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે કુંવારાઓ અહીં દર્શન કરવા આવે છે અને જલ્દી જ તેમના લગ્ન થઇ જાય છે. અહીં કુંવારાઓ પરિવારના સભ્યોને લઇને આવે છે અને મન્નત માંગે છે. ઘણા એવા કુંવારા છે જેમણે અહીં અરજી લગાવી હોય અને તેમના લગ્ન થઇ ગયા હોય. અત્યાર સુધી સેંકડો કુંવારાઓના લગ્ન થઈ ચૂક્યા છે. આ કારણોસર ભક્તો બિલ્લમ બાઉજીને કુંવારાઓના દેવતા પણ કહે છે.

શહેરના ઉદ્યોગપતિ નવીન પુરોહિત અને અંકિત જોષી અનુસાર, છેલ્લા વર્ષોમાં લગભગ 2500 કુંવારાઓએ દર્શન કર્યા હતા, જેમાંથી 500 જેટલા લોકોના લગ્ન થઈ ચૂક્યા છે. લગ્નની મન્નત પૂર્ણ થતાં જ દંપતી એકસાથે બિલ્લમ બાઉજીના ચરણોમાં માથું નમાવે છે અને બાળકના જન્મ માટે પ્રાર્થના કરે છે. મનોકામના પૂર્ણ થતાં જ બાળકને બાઉજીના આશીર્વાદ પણ અપાવે છે.

Shah Jina