એક નાની ગુડિયાની નાની ભૂલને લીધે જીવનભર થશે હેરાન
કુદરતે માનવ શરીરની અદ્દભુત રચના કરી છે, અને કુદરતે આપણને એવા શરીર અને આકાર સાથે ઘરતી પર મોક્લ્યા છે કે ઇચ્છવા છતાં પણ આપણે તેની આ રચના બદલી ન શકીએ. અને કોઈ દુર્ઘટનાના સમયે જો આપણા શરીરને કોઈ ઇજા થયા તો આપણે તેને સારવાર દ્વારા જલ્દી જ ઠીક કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
કેમ કે જો શરીર અને સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે જીવનમાં કંઈક કરી શકીએ. પણ પાકિસ્તાનની રહેનારી આફશીન કુમ્બર નામની 9 વર્ષની માસુમ બાળકી સાથે એવી દુર્ઘટના બની કે તેની ગરદન હંમેશાને માટે વળી ગઈ અને આજે તે પોતાનું જીવન કંઈક આવી રીતે જીવવા માટે મજબુર બનાઈ ગઈ છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેનારી આફશીનની ગરદન વચિત્ર રીતે 90 ડિગ્રી જેલી વળી ગઈ હતી, અને ત્યારથી લઈને અત્યાર સુધી તેની ગરદન આવી જ હાલતમાં છે અને તે સામાન્ય માણસોની જેમ સીધું જોઈ પણ નથી શકતી.
એવામાં બાળકીને સમાજના લોકો દ્વારા નામંજૂર કરવામાં આવી છે કેમ કે ગરદન આવી રીતે વળી ગઈ હતી. આફશીન માટે જીવનની સફર સહેલી રહી નથી. તે દરેક ક્ષણ દર્દમાંથી પસાર થાય છે, આ સિવાય તેની ઉંમરના અન્ય બાળકો તેનો મજાક પણ ઊડાવતા રહે છે, અને લોકો પણ દરેક સમયે તેની તકલીફ સમજ્યા વગર જ તેને મજાકનું પાત્ર બનાવી દે છે.

આફશીનના માતા-પિતાએ ડોક્ટરોને પણ દેખાડ્યું, પણ કોઇ ડોક્ટર તેનો ઈલાજ ન કરી શક્યા. એવામાં માતા-પિતા તેને આવી હાલતમાં જોઈને ખુબ ચીંતીત રહે છે અને કઈ કરી પણ નથી શકતા. કોઈ મોટી હોસ્પિટલ કે મોટા ડોકટરો પાસે ઈલાજ કરવા માટે તેઓની પાસે પૂરતા પૈસા પણ નથી.

આફશીનની ગરદન એટલી હદ સુધી વળી ગઈ છે કે તેને ખુબ જ દર્દ-પીડા થાય છે અને તે શાળાએ જવા માટે પણ સક્ષમ નથી, અને નાના-મોટા કામ માટે આફશીનને બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે. ડોકટરોનું કહેવું છે કે તે કોઈ વિચિત્ર બીમારીથી પીડિત છે જ્યારે તેના માં-બાપનું કહેવું છે કે આફશીન 8 મહિનાની હતી ત્યારે પડી ગઈ હતી અને તેના માથામાં ઇજા થઇ હતી, તે સમયે તેઓએ આ ઇજાની અવગણના કરી હતી અને કઈ ખાસ ઈલાજ કરાવ્યો ન હતો. માટે આફશીનની આજે આવી હાલત થઇ ગઈ છે અને તેઓની એક ભૂલની સજા આજે આફશીન ભોગવી રહી છે.