લગ્ન પછી નયનતારાએ પતિ અને જુડવા બાળકો સાથે મનાવી પહેલી દીવાળી, સુપર ક્યુટ ટ્વીન્સ બાળકોની પહેલી ઝલક

સાઉથની ખુબસુરત અભિનેત્રીએ હેન્ડસમ પતિ સાથે નવું વર્ષ મનાવ્યું, જુડવા બાળકોને ખોળામાં લઇ શેર કરી પ્રેમાળ તસવીર

સાઉથની લેડી સુપરસ્ટાર અભિનેત્રી નયનાતારા અને વિગ્નેશ શિવનની આ દીવાળી લગ્ન બાદની પહેલી દીવાળી હતી, બંનેની આ દીવાળી ખૂબ જ ખાસ રહી છે. કારણ કે આ કપલ હાલમાં જ પેરેન્ટ્સ બન્યા છે. તેમના જુડવા બાળકોનો જન્મ સરોગેસીથી થયો છે. એવામાં લગ્ન બાદની પહેલી દીવાળી અને પેરેન્ટ્સ બન્યા બાદની પહેલી દીવાળી તેમની ખાસ રહી. આ ખાસ અવસર પર ડાયરેક્ટર વિગ્નેશ શિવને જુડવા બાળકોની પહેલી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે પત્ની નયતનારા અને જુડવા બાળકો સાથે પોઝ આપી રહ્યા છે.

નયનતારા દિવાળી સેલિબ્રેશનના અવસર પર ગુલાબી અને પીળા રંગની સુંદર સાડીતે પહેરેલી જોઈ શકાય છે. ત્યાં વિગ્નેશ મરૂન કુર્તા સાથે સફેદ લુંગીમાં જોવા મળી રહ્યો છે. નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્ન 9 જૂન 2022ના રોજ થયા હતા અને ત્રણ-ચાર મહિના પછી તેઓ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. નયનતારાએ ઓક્ટોબર 2022માં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે અને વિગ્નેશ શિવન જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. નયનતારા અને વિગ્નેશની ખુશીનો કોઈ પાર નથી.

તેણે દિવાળીના અવસર પર ચાહકોને ખાસ ટ્રીટ પણ આપી હતી. નયનતારા અને વિગ્નેશ શિવને પણ ચાહકોને તેમના બાળકોની ઝલક બતાવી. વિગ્નેશ શિવને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, તે અને નયનતારા જોડિયા બાળકોને ખોળામાં લઈને ચાહકોને દિવાળીની શુભેચ્છા આપતા જોવા મળે છે. જો કે વીડિયોમાં બાળકોના ચહેરા દેખાતા નથી, પરંતુ જે પણ ઝલક જોવા મળી છે, તે ચોક્કસપણે ચાહકોને ખુશીની ભેટ આપી છે. વિગ્નેશ શિવને તેના પરફેક્ટ ફેમિલીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે,

જેના પર ફેન્સ અને સેલેબ્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. જ્યારે નયનતારા અને વિગ્નેશે થોડા સમય પહેલા ટ્વિન્સ હોવાના સારા સમાચાર શેર કર્યા હતા, ત્યારે તેના પર વિવાદ થયો હતો. લગ્નના ચાર મહિના પછી જ માતા-પિતા બનવાને કારણે નયનતારા અને વિગ્નેશ વિવાદમાં આવી ગયા હતા. આ એટલા માટે કારણ કે તેઓએ માતા-પિતા બનવા માટે સરોગસીનો માર્ગ અપનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Shah Jina